'વિનિંગ ફૉર' ફટકારતાં જ ધોનીના પગમાં પડી ગયો આ નંબર-વન ઓલરાઉન્ડર, ધોનીને માને છે ગુરુ
મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટિંગે ટીમને જીત અપાવી, ધોનીએ છેલ્લા બૉલ પર ચોગ્ગા ફટકારતા જ જાડેજા ખુશ થઇ ગયો અને જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી ધોનીને પગે પડી ગયો હતો,
IPL 2022- ગઇરાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગની 33મી મેચ મુંબઇ અને ચેન્નાઇની વચ્ચે રમાઇ, આ મેચમાં ધોનીનુ એક ખતરનાક ફિનિશરનુ રૂપ જોવા મળ્યુ, ધોનીએ છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર વિનિંગ ફૉર ફટકારીને ટીમને ફરી એકવાર જીત અપાવી, આ સાથે જ ટીમના ખેલાડીઓ અને ક્રિકેટર દિગ્ગજો ધોનીની પ્રસંશા કરવા લાગ્યા. પરંતુ આ બધાની વચ્ચે ટીમનો કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સૌથી વધુ ખુશ દેખાયો.
મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટિંગે ટીમને જીત અપાવી, ધોનીએ છેલ્લા બૉલ પર ચોગ્ગા ફટકારતા જ જાડેજા ખુશ થઇ ગયો અને જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી ધોનીને પગે પડી ગયો હતો, આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
How @imjadeja & Rayadu thanked #Dhoni for today's #CSK𓃬 win#CSKvsMi #IPL pic.twitter.com/GZkAzaSCrn
— Prashant (@prashantlohar7) April 21, 2022
ચેન્નાઇને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને ચેન્નઈને મેચ જીતાડી, ધોનીએ 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ