IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
ઇન્ડિયન પ્રિમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે.

Indian Premier League: ઇન્ડિયન પ્રિમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે. આ કોલકાતાનું હોમ ગ્રાઉન્ડ છે. BCCI એ દરેક મેચનું સંપૂર્ણ શિડ્યૂલ અને વિગતો જાહેર કરી છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે 6 એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે યોજાનારી કોલકાતા વિરુદ્ધ લખનઉ (KKR vs LSG) મેચને શિફ્ટ કરવામાં આવી શકે છે. આ પાછળનું મોટું કારણ પણ સામે આવી રહ્યું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં ઉતરશે. ગયા વર્ષે શ્રેયસ ઐય્યરની કેપ્ટનશીપમાં તેણે IPLનું ટાઇટલ જીત્યું હતું. જોકે, આ વખતે ઐય્યર ટીમમાં નથી. KKR એ અજિંક્ય રહાણેને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. બધી ટીમોનું શિડ્યૂલ આવી ગયું છે. પરંતુ KKR ની એક મેચને લઇને શંકા છે. આ મેચને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવી શકે છે. રામ નવમીના તહેવારમાં સુરક્ષાના કારણોસર 6 એપ્રિલના રોજ યોજાનારી KKR vs LSG મેચ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી શકે છે.
સુરક્ષા કારણોસર KKR vs LSG મેચ રિશિડ્યૂલ થઇ શકે છે
રામ નવમી 6 એપ્રિલે ઉજવવામાં આવશે, જે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર દરમિયાન કોલકાતામાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. અહેવાલો અનુસાર, કોલકાતા પોલીસે મેચ અને ધાર્મિક કાર્યક્રમ માટે એક સાથે પૂરતી સુરક્ષા પૂરી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલી વાર નથી જ્યારે IPLમાં આટલો પડકાર આવ્યો હોય. 2024માં રાજસ્થાન રોયલ્સ સામે KKR ની મેચ સમાન ચિંતાઓને કારણે ફરીથી શિડ્યૂલ કરવી પડી હતી.
BCCI અને CAB ઉકેલ શોધી રહ્યા છે
રિપોર્ટ અનુસાર, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ મદદ માટે પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસનો સંપર્ક કર્યો છે. તેમણે ખાતરી આપી કે શક્ય ઉકેલો શોધવા માટે પોલીસ સાથે ચર્ચા કરવામાં આવશે. સ્થળ અથવા તારીખ બદલવાનો વિચાર કરી શકાય છે, પરંતુ બંનેમાંથી કોઈ પણ વિકલ્પ સરળ નહી હોય.
નોંધનીય છે કે KKR એ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવ્યો છે જ્યારે ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
KKR Captain, IPL 2025: આઇપીએલ પહેલા કોલકાતા ટીમનું મોટું એલાન, આ ભારતીયને બનાવ્યો કેપ્ટન




















