KKR Vs SRH Pitch Report: શું બેટ્સમેનો તબાહી મચાવશે કે બોલરો કરશે રાજ? ઇડન ગાર્ડન્સની પિચ કોને મદદ કરશે
KKR Vs SRH Pitch Report: આ IPL 2025 ની 15મી મેચ હશે, જેમાં હૈદરાબાદની ટીમ ગયા વર્ષની હારનો બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Eden Gardens Stadium Pitch Report: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ગયા વર્ષની ફાઇનલિસ્ટ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ IPL 2025 ની 15મી મેચ હશે, જેમાં હૈદરાબાદની ટીમ ગયા વર્ષની હારનો બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
કોલકત્તાની ટીમે ચાલુ સીઝનમાં અત્યાર સુધી 3 માંથી 2 મેચ હારી છે, જ્યારે હૈદરાબાદની ટીમે પણ 3 માંથી ફક્ત 1 મેચ જીતી છે. બંને ટીમો જીતવા માટે નજર રાખશે. આ મેચ ૩ એપ્રિલે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચનો મિજાજ કેવો રહેશે?
Get to experience Eden Gardens like never before 🏟️💜
— KolkataKnightRiders (@KKRiders) April 2, 2025
Swipe to see your guide, follow the steps and enjoy the night like a true Knight ✨📸
Download/update the Knight Club App now!https://t.co/jhkUjXA1Bs pic.twitter.com/2WAcSosbTg
કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે?
કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ પર સારો ઉછાળ મળે છે અને જેના કારણે આ મેદાન પર મોટા સ્કોર જોવા મળે છે. સ્પિનરોને પણ અહીં ઘણી મદદ મળે છે.
અહીંની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે સારી છે. અહીં સરેરાશ સ્કોર 180 રન છે. આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમે 38 મેચ જીતી છે, જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે 56 મેચ જીતી છે. એનો અર્થ એ થયો કે ટોસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરવાનું પસંદ કરે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ
સુનિલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પેન્સર જોન્સન, વરુણ ચક્રવર્તી
સનરાઇઝર્સ હૈદરાબાદ
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અભિનવ મનોહર, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ.



















