(Source: ECI/ABP News/ABP Majha)
ચેન્નાઇની હાર બાદ IPL 2022માં આવી છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ નક્કી........
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇ રાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં ટૉપ 4ની ટીમોમાં ફરી એકવાર ઉલટફેર થયો છે.
IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇ રાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં ટૉપ 4ની ટીમોમાં ફરી એકવાર ઉલટફેર થયો છે. ફરી એકવાર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમની વાપસી થઇ ગઇ છે. જીત મળતાની સાથે જ આ ટીમ છઠ્ઠા નંબર પરથી સીધી ચોથા નંબર પર પહોંચી ગઇ છે. આ જીતની સાથે જ RCB નુ પ્લેઓફમાં પહોંચવાની આશાને પણ મજબૂતી મળી છે. RCBએ આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 13 રનોથી હાર આપી હતી.
આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ લગભગ નક્કી -
ગુજરાતે અત્યાર સુધી પોતાની 10 મેચોમાં માત્ર એક મેચ ગુમાવી છે. આ ટીમ 8 મેચો જીતી ચૂકી છે. સંભવિત સમીકરણોને જોતા કહી શકાય છે કે જો આ ટીમ પોતાના બાકી બચેલી 4 મેચો ગુમાવી દે છે, તો પણ આટલી જીતની સાથે જ તે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લેશે. અત્યાર સુધી IPLની ગઇ સિઝનોમાં પણ જોવા મળ્યુ છે કે 14માંથી 8 મેચોમાં જીત નોંધાવીને ટીમો IPL પ્લેઓફમાં પહોંચતી રહી છે.
વળી, લખનઉ સુપર જાયન્ટ્સ પણ પોતાની 10 માંથી 7 મેચો જીતી ચૂકી છે. ટીમની માત્ર 4 મેચો જ બાકી છે, જો આ 4 મેચોમાં લખનઉ એક પણ મેચ જીતી લેશે તો, તે પ્લેઓફમાં દાવેદારી લગભગ પાક્કી કરી લેશે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 10 | 8 | 2 | 0.158 | 16 |
2 | LSG | 10 | 7 | 3 | 0.397 | 14 |
3 | RR | 10 | 6 | 4 | 0.340 | 12 |
4 | RCB | 11 | 6 | 5 | -0.444 | 12 |
5 | SRH | 9 | 5 | 4 | 0.471 | 10 |
5 | PBKS | 10 | 5 | 5 | -0.229 | 10 |
6 | RCB | 10 | 5 | 5 | -0.558 | 10 |
7 | DC | 9 | 4 | 5 | 0.587 | 8 |
8 | KKR | 10 | 4 | 6 | 0.060 | 8 |
9 | CSK | 10 | 3 | 7 | -0.431 | 6 |
10 | MI | 9 | 1 | 8 | -0.836 | 2 |
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો