PBKS vs DC Live Score: દિલ્હીનો પંજાબ પર શાનદાર વિજય, મેચ 6 વિકેટથી જીતી
PBKS vs DC Live Updates: ભારત-પાક તણાવને કારણે મુલતવી રખાયેલી મેચ આજે ફરી શરૂઆતથી રમાઈ રહી છે; હેડ-ટુ-હેડમાં પંજાબનો હાથ ઉપર.

Background
Punjab Kings vs Delhi Capitals Live Match: IPL 2025 ની ૬૬મી મેચ આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી.
IPL 2025 ની ૬૬મી મેચ આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ શરૂઆતમાં ભારત-પાકિસ્તાન તણાવને કારણે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે ફરીથી શરૂઆતથી રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે.
પંજાબનો લક્ષ્ય પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાનો:
આ મેચ જીતીને પંજાબ કિંગ્સ IPL પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવવા માંગશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ આ સિઝનનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.
હેડ ટુ હેડ રેકોર્ડ:
IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો ૩૩ વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાં પંજાબે ૧૭ મેચ જીતી છે, જ્યારે દિલ્હીએ ૧૬ વખત પંજાબને હરાવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે બંને ટીમો વચ્ચેની સ્પર્ધા હંમેશા રોમાંચક રહી છે અને આંકડાકીય રીતે પંજાબનો હાથ થોડો ઉપર રહ્યો છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન:
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, શશાંક સિંઘ, માર્કો જાનસેન, હરપ્રીત બ્રાર/વિજયકુમાર વૈશાખ અને અર્શદીપ સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, ટ્રસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ (કેપ્ટન)/માધવ તિવારી, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા અને મુસ્તફિઝુર રહેમાન. ઇમ્પેક્ટ પ્લેયર: મુકેશ કુમાર
PBKS vs DC Live Score: દિલ્હીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પંજાબ સામે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ દિલ્હીના બેટ્સમેનોએ ત્રણ બોલ બાકી રહેતાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. દિલ્હી તરફથી સમીર રિઝવીએ 25 બોલમાં 58 રનની ઈનિંગ રમી.
PBKS vs DC Live Score: દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 8 રનની જરૂર છે
દિલ્હીએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 8 રનની જરૂર છે.



















