PBKS vs RR Live Score: રાજસ્થાને પંજાબને 50 રનથી હરાવ્યું, સારી બેટિંગ બાદ બોલરોએ તરખાટ મચાવ્યો
PBKS vs RR Score Live Updates: IPL 2025ની પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ મુલ્લાનપુરમાં શરૂ, અહીં વાંચો લાઇવ અપડેટ્સ.

Background
PBKS vs RR Score Live Updates: IPL 2025ની 18મી રોમાંચક મેચ આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મુકાબલો ચંદીગઢના મુલ્લાનપુરમાં યોજાઈ રહ્યો છે. મેચ શરૂ થતા પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો કર્યા છે.
શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ પંજાબ કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ જ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. ટીમે પોતાની પ્રથમ બે મેચોમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. શ્રેયસ અય્યરે પોતે પણ બેટિંગમાં સારું ફોર્મ દાખવ્યું છે અને આજે રાજસ્થાન સામે પણ તે મોટી ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક હશે. જો પંજાબ ટીમમાં યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરે છે, તો તે રાજસ્થાન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ચહલે અગાઉની 10 ઇનિંગ્સમાં પાંચ વખત રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને આઉટ કર્યો છે.
સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે પ્રથમ બે મેચોમાં હારનો સામનો કર્યા બાદ જોરદાર વાપસી કરી છે. તેમણે પોતાની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું, જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હશે. જો કે, પંજાબના ફોર્મને જોતા રાજસ્થાન માટે આજની મેચ જીતવી સરળ નહીં હોય. રાજસ્થાનના બોલિંગ આક્રમણમાં સંદીપ શર્મા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંદીપે IPLમાં ઘણી વખત ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓને આઉટ કર્યા છે. સંદીપની સાથે મહિષ થીક્ષાના પણ રાજસ્થાન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આજની મેચ માટે સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ઓપનિંગ કરી શકે છે. જ્યારે પંજાબ કિંગ્સ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. કેપ્ટન શ્રેયસ અય્યર પંજાબ માટે ત્રીજા નંબર પર બેટિંગમાં આવી શકે છે.
પંજાબ કિંગ્સના સંભવિત ખેલાડીઓ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જોન્સન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, નેહલ વાધેરા/હરપ્રીત બ્રાર.
રાજસ્થાન રોયલ્સના સંભવિત ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકેય.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો આ મુકાબલો ખૂબ જ રસપ્રદ થવાની આશા છે, જેમાં બંને ટીમો જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયત્ન કરશે. મેચની તમામ લાઇવ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
PBKS vs RR Live Score: રાજસ્થાને પંજાબને 50 રને હરાવ્યું
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું હતું. રાજસ્થાને તેમને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબની ટીમ 155 રન જ બનાવી શકી હતી.
પંજાબ કિંગ્સ તરફથી નેહલ વાઢેરાએ અડધી સદી ફટકારી હતી. જો કે, તે ટીમ માટે કામ કરતું ન હતું. વાઢેરાએ 62 રનની ઇનિંગ રમી હતી. ગ્લેન મેક્સવેલે 30 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ 17 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર 10 રન બનાવીને આઉટ થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 67 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 38 રનની ઇનિંગ રમી હતી. રિયાન પરાગે અણનમ 43 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 13 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ દરમિયાન પંજાબ તરફથી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને માર્કો જોનસનને 1-1 વિકેટ મળી હતી.
PBKS vs RR Live Score: રાજસ્થાન રોયલ્સ જીતની નજીક
રાજસ્થાન રોયલ્સ જીતની નજીક છે. પંજાબને જીતવા માટે છેલ્લી ઓવરમાં 56 રનની જરૂર છે. આ ધ્યેય તેના માટે લગભગ અશક્ય છે.
પંજાબે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા છે. શશાંક સિંહ 9 રન બનાવીને રમી રહ્યો છે. અર્શદીપ સિંહ 1 રન બનાવીને રમી રહ્યો છે.




















