(Source: ECI/ABP News/ABP Majha)
GT vs RR: આ શખ્સે કરી હતી સંજૂ સેમસનના 47 રનની સટીક ભવિષ્યવાણી, હવે કોહલી વિશે પણ જણાવ્યું
આ પહેલાં પણ ઘણી મેચો અંગે ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ હતી.
IPL 2022: આઈપીએલમાં ગઈકાલે રાત્રે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચ સાથે જોડાયેલી એક ભવિષ્યવાણી ખૂબ વાયરલ થઈ રહી છે. આ ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન આ મેચમાં 47 રન બનાવશે. મેચમાં જ્યારે સંજુ સેમસનની ઇનિંગ્સનો અંત આવ્યો ત્યારે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. ગુજરાત ટાઇટન્સ સામે સંજુ સેમસન 26 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પડતાની સાથે જ તેને લગતી આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
સંજુ સેમસનના સ્કોર સંબંધિત આ આગાહી ટ્વિટર પર કરવામાં આવી હતી. બસરાની દેવ નામના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં આ આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનની ઇનિંગ શરૂ થતાં જ એટલે કે સાંજે 7.31 વાગ્યે આ ટ્વીટમાં લખ્યું હતું કે, 'સંજુ સેમસન આજે રાત્રે 47 રન બનાવી રહ્યો છે.'
Sanju Samson scoring 47 tonight #GTvsRR
— Basrani Dev (@MSDIAN___DEV) May 24, 2022
પહેલાં પણ સાચી પડી છે ભવિષ્યવાણીઃ
આ ભવિષ્યવાણી સાચી પડતાં જ બસરાની દેવ નામના આ ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક જૂની આગાહીઓ પણ પોસ્ટ કરવામાં આવી હતી જે 100% સાચી સાબિત થઈ હતી. આ શ્રેણીમાં RCB અને SRHની મેચમાં વિરાટ કોહલીને માર્કો યાનસીને આઉટ કર્યો હતો તેની ભવિષ્યવાણી અને લખનઉ-મુંબઈ મેચમાં કેએલ રાહુલની સદીની આગાહી કરી હતી. આ બંને ભવિષ્યવાણીઓ સાચી પડી હતી.
Marco Jansen getting Virat Kohli's wicket tonight #IPL2022 #RCBvsSRH
— Basrani Dev (@MSDIAN___DEV) April 23, 2022
#IPL2022 #LSGvMI #LSG
— Basrani Dev (@MSDIAN___DEV) April 24, 2022
100 Loading Tonight👍🙉 pic.twitter.com/WrtcLzvGMH
યુઝર્સ પૂછી રહ્યા છે કે 'ગર્લફ્રેન્ડ ક્યારે આવશે?'
સોશિયલ મીડિયા પર આ આગાહી કરનારની સચોટ આગાહી જોઈને યુઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ તેને પૂછે છે કે, મારી ગર્લફ્રેન્ડ ક્યારે આવશે? તો કોઈ તેને પૂછે છે કે આજની એલિમિનેટર મેચમાં વિરાટ કોહલી કેટલા રન બનાવશે? બસરાની દેવ નામના આ ટ્વિટર હેન્ડલ પરથી આ સવાલોના જવાબો પણ આપવામાં આવ્યા છે. જેમાં કોહલી વિશે કહેવામાં આવ્યું છે કે તે આજની મેચમાં 30 થી 48 રન બનાવી શકે છે.
Prediction nahi kar raha but I think >30 & <48
— Basrani Dev (@MSDIAN___DEV) May 25, 2022