IPLમાં આજે દિલ્હી-પંજાબ વચ્ચે જોરદાર ટક્કર, જીત માટે પ્લેઇંગ ઇલેવનમાં કેવા કરાશે ફેરફાર
દિલ્હી આ વખત આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે, જ્યારે પંજાબ કિંગ્સ સાતમા નંબર પર છે. દિલ્હીને અત્યાર સુધી પાંચ મેચોમાં 2 જીત અને 3 હાર મળી છે
DC vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લગીમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS)ની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. સોમવારે દિલ્હીનો ખેલાડી મિશેલ માર્શ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, આ પછી વેન્યૂને બદલવામાં આવ્યુ હતુ. પહેલા આ મેચ પુણેમાં રમાવવાની હતી, પરંતુ હવે આ મેચ મુંબઇના બેબ્રૉર્ન સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમોમાં મોટાભાગના મેચ વિનર ખેલાડીઓ છે છતાં ટીમને હાર પર હાર મળી રહી છે.
દિલ્હી આ વખત આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે, જ્યારે પંજાબ કિંગ્સ સાતમા નંબર પર છે. દિલ્હીને અત્યાર સુધી પાંચ મેચોમાં 2 જીત અને 3 હાર મળી છે, તો પંજાબે 6 મેચોમાં 3માં જીત હાંસલ કરી છે. બન્ને ટીમો પ્લેઓફની રેસમાં આવવા માટે જીતવા પ્રયાસ કરશે.
આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સ ટીમ -
ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, રોવમેન પૉવેલ, ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), લલિત યાદવ, સરફરાજ ખાન, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મુસ્તફિઝૂર રહેમાન, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ.
પંજાબ કિંગ્સ ટીમ -
શિખર ધવન, મયંક અગ્રવાલ (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટૉન, જૉની બેયરસ્ટૉ, ઓડિયન સ્મિથ, જિતેશ શર્મા (વિકેટકીપર), કગિસો રબાડા, શાહરૂખ ખાન, વૈભવ અરોડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો