IPLમાં આ યુવા બેટ્સમેને ફટકાર્યો 5 લાખ રૂપિયાનો ઇનામી છગ્ગો, પરંતુ રકમ મળી બીજાને, જાણો શું છે કારણ
પડિક્કલે તાબડતોડ બેટિંગ કરતા મેચમાં 29 બૉલમાં 41 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા.
IPL - ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 5મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે એક જબરદસ્ત રોમાંચક મેચ રમાઇ, બન્ને ટીમો માટે આ સિઝનની પહેલી મેચ હતી અને રાજસ્થાને બાજી મારી લીધી, જોકે મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો કેમ કે આ આખી મેચમાં 27 ચોગ્ગા અને 20 છગ્ગા વાગ્યા.
પરંતુ આમાં એક છગ્ગો એવો પણ નીકળ્યો જેના માટે 5 લાખ રૂપિયાનુ ઇનામ પણ આપવામાં આવ્યુ. આ છગ્ગો રાજસ્થાનના બેટ્સમેને ફટકાર્યો અને ઇનામની રકમ કોઇ બીજાને આપવામાં આવી. જાણો શું છે આખો મામલો.....
એક છગ્ગાની કિંમત 5 લાખ રૂપિયા -
ટાટા ગૃપ આઇપીએલ સિઝન 15નુ અધિકારિક સ્પૉન્સર છે. ટાટા ગૃપે સિઝનની શરૂઆત પહેલા એક મોટી જાહેરાતથી કરી, કે કોઇ બેટ્સમેનનો શૉટ જો ટાટા પંચ બોર્ડ પર વાગે છે, તો કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા ડૉનેટ કરવામાં આવશે. આ મેચમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન દેવદત્તા પડિક્કલ આવુ કરી પણ બતાવ્યુ.
Devdutt Padikkal Six #SRHvsRR #IPL2022 pic.twitter.com/Otub15GDCX
— Amanpreet Singh (@AmanPreet0207) March 29, 2022
આરઆરની ઇનિંગ દરમિયાન 12મી ઓવરમાં ટી નટરાજન બૉલિંગ કરી રહ્યો હતો, અને બેટિંગ પર પડિક્કલ હતા, પડિક્કલે ઓવરના પહેલા જ બૉલ પર ગતિનો ફાયદો ઉઠાવ્યો અને એક મોટો છગ્ગા ફટકાર્યો. આ શૉટ સીધો ટાટા પંચ બોર્ડ પર જઇને વાગ્યો. હવે ટાટા ગૃપ કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા ડૉનેટ કરશે, આ છગ્ગાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પડિક્કલે તાબડતોડ બેટિંગ કરતા મેચમાં 29 બૉલમાં 41 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત