WPL 2023: શરૂઆતની ચારેય મેચો હાર્યા બાદ ખરાબ રીતે ટ્રૉલ થઇ રહી છે RCBની ટીમ, જુઓ ટૉપ-10 મીમ્સ
IPLમાં પણ RCB ની ટીમ ક્યારેય ચેમ્પીયન નથી બની શકી, WPLની પહેલી સિઝનમાં તો RCB ની બહુજ ખરાબ હાલત થઇ છે.
Memes on RCB: WPL 2023માં RCB પોતાની ચોથી મેચ પણ હારી ગઇ છે. શુક્રવારે (10 માર્ચે) રાત્રે રમાયેલી તે મેચમાં તેને 10 વિકેટથી એકતરફી હારનો સામનો કરવો પડ્યો હ તો. આ મેચમાં RCB પહેલા બેટિંગ કરતાં માત્ર 138 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં યૂપી વૉરિયર્સે વિના કોઇ વિકેટ ગુમાવે મેચ જીતી લીધી હતી. RCB હાલમાં 5 ટીમોની આ લીગમાં સૌથી છેલ્લા નંબર પર છે, અને તે એકમાત્ર ટીમ છે, જેને હજુ સુધી એકપણ મેચ નથી જીતી. RCB ની આ સ્થિતિ પર હવે ખુબ મીમ્સ બની રહ્યાં છે.
IPLમાં પણ RCB ની ટીમ ક્યારેય ચેમ્પીયન નથી બની શકી, WPLની પહેલી સિઝનમાં તો RCB ની બહુજ ખરાબ હાલત થઇ છે. આવામાં ફેન્સ RCB ની મહિલા ટીમને પુરુષથી પણ એકદમ ખરાબ બતાવી રહ્યાં છે.
આરસીબી
એસ મંધાના (કેપ્ટન), ડીડી કસાટ, એચસી નાઇટ, એસએફએમ ડિવાઇન, ઇએ પેરી, કનિકા આહુઝા, પ્રીતિ બોસ, ઋચા ઘોષ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, એમએલ શુટ્ટ
WPL ની સૌથી મોંઘી ખેલાડી અને RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાની ખુબ ટ્રૉલિંગ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય મેચોમાં મંધાનાની બેટિંગ એકદમ ફ્લૉપ રહી છે, જુઓ ટૉપ મીમ્સ.....
RCB Women Team so far in WPL.😂😭#RCBvUPW #UPWvsRCBW #WPL2023 pic.twitter.com/QALEsgAECg
— #Avhi!!! (@Avhi48044866) March 10, 2023
RCB Men to RCB women's team pic.twitter.com/E4tFNfDGY6
— SwatKat💃 (@swatic12) March 10, 2023
RCB - The GOAT franchise of IPL & WPL. #RCBvUPW pic.twitter.com/t3th0l4DFB
— Rajabets India🇮🇳👑 (@smileandraja) March 10, 2023
RCB Fans 😳 pic.twitter.com/iTkWsGmhPe
— 🏹 (@Justrjun) March 10, 2023
After watching RCB performance in WPL
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) March 10, 2023
Me and my Mi bois :#RCBvUPW pic.twitter.com/Woktv4l4TI
RCB fans reading memes on another defeat of HaarCB#RCBvUPW pic.twitter.com/THzwu1xNhe
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) March 10, 2023
A Meme Dedicated to Team RCB. pic.twitter.com/27B1iLVdUq
— Wellu (@Wellutwt) March 10, 2023
Rcb meme#RCBvDC pic.twitter.com/r7EVH3hJTC
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@Prathmesh_45Fan) March 10, 2023
View this post on Instagram
--
RCB-W vs UPW-W: બેંગ્લુરુને મળી ચોથી હાર, યૂપી વોરિયર્સેની 10 વિકેટથી શાનદાર જીત
RCB-W vs UPW-W, Match Highlights: મહિલા પ્રીમિયર લીગ (WPL) માં મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં, યુપી વોરિયર્સે બોલ અને બેટ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કર્યું અને RCB મહિલા ટીમને 10 વિકેટથી હરાવીને સિઝનની તેમની બીજી જીત નોંધાવી. કેપ્ટન એલિસા હીલીએ યુપી વોરિયર્સ માટે મેચ વિનિંગ 96 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી અને માત્ર 13 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન મંધાના અને સોફી ડિવાઇન વચ્ચે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી જોવા મળી હતી, જેમાં કેપ્ટન મંધાના 6 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. સોફી ડિવાઇન અને એલિસ પેરીએ પ્રથમ 6 ઓવરમાં ટીમને વધુ ઝટકો ન લગાવા દીધા અને સ્કોર 54 રન સુધી લઈ ગયા. એવા સમયે જ્યારે એવું લાગી રહ્યું હતું કે RCB મહિલા ટીમ મેચમાં મોટો સ્કોર કરવા તરફ આગળ વધી રહી છે, ત્યારે સોફી ડિવાઇન 36 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
RCB ટીમે એક છેડેથી વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું, ત્યાં એલિસ પેરી બીજા છેડેથી સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કરતી જોવા મળી. આરસીબીની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19.2 ઓવરમાં 138 રન બનાવી શકી હતી. ટીમ માટે એલિસ પેરીએ 39 બોલમાં સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી.
યુપી વોરિયર્સ તરફથી બોલિંગમાં સોફી એક્લેસ્ટોનનો જલવો જોવા મળ્યો હતી, જેણે 3.3 ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 3 જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 1 વિકેટ ઝડપી હતી.