RCB vs SRH Live Score: હૈદરાબાદનો RCB પર શાનદાર વિજય, બેંગ્લોરે છેલ્લી 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી, SRH એ કર્યું ઓલઆઉટ
RCB vs SRH Live Updates: લખનૌના એકાના સ્ટેડિયમમાં ખેલાનારા આ મુકાબલામાં RCB ટોચના સ્થાને પહોંચવા અને SRH સન્માનજનક વિદાય માટે ટકરાશે. જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ-ટુ-હેડ રેકોર્ડ.

Background
RCB vs SRH Live Match Scorecard: આઈપીએલ 2025ની 65મી લીગ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ લખનૌના પ્રતિષ્ઠિત એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, આથી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. મહત્વની વાત એ છે કે આ મેચમાં RCB નવા કેપ્ટન, રજત પાટીદાર, સાથે મેદાનમાં ઉતરી છે.
આજના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની નજર જીત મેળવીને આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન કબજે કરવા પર રહેશે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ આ મેચ જીતીને ટૂર્નામેન્ટનો અંત એક સકારાત્મક નોંધ સાથે કરવા અને ચાહકોને સારી યાદો આપવા માંગશે.
હેડ-ટુ-હેડ મુકાબલામાં કોણ ભારે?
બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન (હેડ-ટુ-હેડ) પર નજર કરીએ તો, આઈપીએલના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ કુલ 24 વખત આમને-સામને ટકરાયા છે. આ 24 મુકાબલાઓમાંથી બેંગ્લોરે 11 મેચોમાં વિજય મેળવ્યો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચો જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આમ, આંકડાકીય રીતે હૈદરાબાદનું પલડું ભારે રહ્યું છે. જોકે, આજની મેચનું પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જેકબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક સલામ અને યશ દયાલ. ઇમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદ: અથર્વ તાયડે, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, હર્ષ દુબે અને જીશાન અંસારી. ઇમ્પેક્ટ પ્લેયર: ઇશાન મલિંગા.
RCB vs SRH: હૈદરાબાદનો બેંગ્લોર સામે 42 રનથી ભવ્ય વિજય
સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રનથી હરાવીને એક રોમાંચક મેચ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 232 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો.
બેંગલુરુની શરૂઆત ખૂબ જ સારી રહી હતી અને તેઓ મજબૂત સ્થિતિમાં જણાતા હતા. જોકે, મેચના અંતિમ તબક્કામાં RCBની બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ હતી. ટીમે છેલ્લી પાંચ ઓવરમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેઓ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયા. આ હાર સાથે, બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે. હૈદરાબાદે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને આ વિજય હાંસલ કર્યો હતો.
RCB vs SRH Live Score: હૈદરાબાદ જીતની નજીક
બેંગ્લોરને 6 બોલમાં 45 રનની જરૂર છે. આરસીબીએ ૧૯ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી દીધી છે. આ મેચ સંપૂર્ણપણે હૈદરાબાદના પક્ષમાં થઈ ગઈ છે.




















