શોધખોળ કરો

Shubman Gill IPL 2023: શુભમન ગિલના ફોર્મે વધારી ધોનીની ચિંતા, શું ફાઇનલમાં તૂટશે વિરાટ કોહલીનો રેકોર્ડ?

ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે

ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 129 રનની ઈનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. હવે 28 મે (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચાર વખતની વિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ સામે થશે. શુભમન ગિલે IPL 2023માં અત્યાર સુધીમાં ત્રણ સદી ફટકારી છે. તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેણે CSKના કેપ્ટન એમએસ ધોનીનું પણ ટેન્શન વધાર્યું હશે. આવી સ્થિતિમાં ધોની ઇચ્છશે કે તેના બોલરો શુભમન ગિલને જલદી આઉટ કરે.  જો ધોનીની ટીમ પાવર પ્લેમાં ગિલને આઉટ નહીં કરી શકે તો તે CSK માટે સૌથી મોટો ખતરો સાબિત થશે.

શું ગિલ કોહલીનો રેકોર્ડ તોડી શકશે?

23 વર્ષીય શુભમન ગિલ IPLની એક સીઝનમાં 800થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી છે. એક સીઝનમાં સૌથી વધુ રન ફટકારવા મામલે માત્ર જોસ બટલર અને વિરાટ કોહલી જ ગિલ કરતા આગળ છે. ગિલ અંતિમ મેચમાં બટલર અને કોહલીને પાછળ છોડી શકે છે. ગિલને બટલરને પાછળ છોડવા 13 રનની જરૂર છે, જ્યારે કોહલીનો રેકોર્ડ તોડવા માટે તેને 123 રનની જરૂર પડશે. શુભમન ગિલે વર્તમાન સીઝનમાં 16 મેચમાં 60.78ની એવરેજથી 851 રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલે ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી 973 રન સાથે ટોપ પર છે. તેણે 2016ની સીઝનમાં આ રન બનાવ્યા હતા. હાલમાં બીજા નંબર પર રહેલ બટલરે ગત સીઝનમાં 863 રન બનાવ્યા હતા. આઇપીએલ પ્લેઓફમાં સદી ફટકારનાર ગિલ એકંદરે સાતમો અને સૌથી યુવા ખેલાડી છે. ગિલે 23 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં આ સદી ફટકારી હતી.

IPL 2023: સુનીલ ગાવસ્કરે કહ્યું- 'ગુજરાત ટાઈટન્સ શાનદાર ટીમ છે, પરંતુ CSK જીતે', જણાવ્યું કારણ

Sunil Gavaskar Reaction On CSK vs GT Final: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ રવિવારે IPL 2023 ટાઈટલ મેચમાં આમને-સામને હશે. જો કે આ મેચ પહેલા પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે તેઓ કઈ ટીમને ચેમ્પિયન બનતા જોવા માંગે છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સ એક શાનદાર ટીમ છે, પરંતુ મારું દિલ ઇચ્છે છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ ચેમ્પિયન બને. તેમણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે ખિતાબ જીતે. સાથે તેણે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ મારી ફેવરિટ ટીમ છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ મારી બીજી ફેવરિટ ટીમ છે.

હું ઈચ્છું છું કે મહેન્દ્ર સિંહ ધોની એકવાર IPL ટ્રોફી ઉપાડે - સુનીલ ગાવસ્કર

સુનીલ ગાવસ્કરે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા મારી બીજી ફેવરિટ ટીમ રહી છે, પરંતુ મારી સૌથી ફેવરિટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. જોકે, મારું દિલ ઇચ્છે છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ની ફાઇનલ મેચ જીતે. હું ઈચ્છું છું કે મહેન્દ્ર સિંહ ધોની એકવાર IPL ટ્રોફી ઉપાડે. તેમણે કહ્યું કે જો આવું થાય તો મને ગમશે. આ સાથે જ તેમણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાર સાબિત કર્યું કે તમે ઠંડા સ્વભાવ અને શાંત મનથી નિર્ણય લઈને સફળ થઈ શકો છો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget