2 બૉલમાં 12 રનની જરૂર હતી, તેવતિયાએ આ રીતે ફટકાર્યા બન્ને છગ્ગા, છેલ્લી ઓવરનો વીડિયો વાયરલ
એક સમયે તો કોઇને પણ વિશ્વાસ ન હતો થઇ રહ્યો કે ગુજરાત આ મેચ જીતી ગયુ છે, એટલે સુધી કે ડગઆઉટમાં બેઠેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ હંસતો દેખાઇ રહ્યો હતો,
નવી દિલ્હીઃ ભારતમાં હાલમાં દુનિયાની નંબર વન ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ રમાઇ રહી છે. આ લીગમાં ગઇરાત્રે જે મેચ રમાઇ તેના પર કોઇ વિશ્વાસ નથી કરી શકતુ. ગઇરાત્રે પંજાબને ગુજરાતની ટીમે જબરદસ્ત રીતે છેલ્લા બૉલે હાર આપી. આ જીતનો હીરો ગુજરાતનો ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા બન્યો હતો. 16મી મેચમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે છેલ્લા બે બૉલમાં 12 રનની જરૂર હતી. આવા સમયે તેવતિયાએ ઉપરાછાપરી બે છગ્ગા ફટકારીને ટીમને 6 વિકેટથી જીત અપાવી હતી. આ સાથે જ ટીમ ત્રણેય મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં નંબર ટૂ બની ગઇ છે.
એક સમયે તો કોઇને પણ વિશ્વાસ ન હતો થઇ રહ્યો કે ગુજરાત આ મેચ જીતી ગયુ છે, એટલે સુધી કે ડગઆઉટમાં બેઠેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ હંસતો દેખાઇ રહ્યો હતો, કેમ કે તેને પણ વિશ્વાસ ન હતો કે તેની ટીમને રાહુલ તેવતિયાએ જીતાડી દીધી હતી. આ ચમત્કાર બાદ સોશ્યલ મીડિયા પર છેલ્લી ઓવરનો વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. જુઓ.............
છેલ્લી ઓવરનો રોમાંચ -
ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરુર હતી. છેલ્લી ઓવરમાં ક્રીઝ પર રાહુલ તેવટીયા અને ડેવિડ મિલર હતા. રાહુલ તેવટીયાએ પોતાની ટીમને જીત અપાવવા માટે છેલ્લા બોલ સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રાહુલને છેલ્લા 2 બોલમાં 12 કરવાનો ટાર્ગેટ મળ્યો હતો ત્યારે તેણે બંને બોલ પર સિક્સર લગાવીને ગુજરાતને જીત અપાવી હતી. આ સાથે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી છે.
#RahulTewatia hit two sixes off the last 2 balls as Gujarat Titans beat Punjab Kings by 6 wickets. Last ball six was as good as it could get. There was a time when Miandad’s last ball six was a phenomenon for decades. These days, it’s a routine. T20 cricket at its best. #IPL2022 pic.twitter.com/XpUFtfSWEj
— Danish (@Danish_Bhutto) April 8, 2022
-
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો