IPL 2025: ગુજરાત ટાઇટન્સ સામે કોનો ક્યારે થશે પહેલો મુકાબલો, પ્લેઇંગ ઇલેવન લગભગ નિશ્ચિત
GT vs PBKS IPL 2025: આ વખતે ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સનો પ્રથમ મુકાબલો પંજાબ કિંગ્સ સામે છે. આ મેચ 25મી માર્ચે અમદાવાદમાં રમાશે.

GT vs PBKS IPL 2025: IPL 2025ની પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સનો પ્રથમ મુકાબલો પંજાબ કિંગ્સ સામે છે. આ મેચ 25મી માર્ચે અમદાવાદમાં રમાશે. ગુજરાતની ટીમ એકદમ સંતુલિત છે. અનુભવી ખેલાડીઓની સાથે તેમાં યુવા વિસ્ફોટક બેટ્સમેન પણ છે.
જો ગુજરાતની સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો જોસ બટલર સુકાની શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી શકે છે. ટીમ સાઈ સુદર્શનને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી શકે છે. જ્યારે શાહરૂખ ખાન અને ગ્લેન ફિલિપ્સ મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે છે. રાહુલ તેવટિયા વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. તેઓ પંજાબ સામે પણ મેદાનમાં ઉતરી શકે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ ક્રિષ્ના.
સાઈ સુદર્શન (ઈમ્પેક્ટ પ્લેયર)
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સની નેટ સીવર બ્રન્ટે બનાવી દીધો મોટો રેકોર્ડ, જેનું તૂટવુ અસંભવ
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને બીજી વખત મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડર નેટ સીવર બ્રન્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોતાની બેટિંગ ઉપરાંત, આ ઓલરાઉન્ડરે પોતાની બોલિંગથી મુંબઈ ઇન્ડિયન્સ માટે કામ સરળ બનાવ્યું. દિલ્હી કેપિટલ્સ સામેની ફાઇનલમાં નેટ સીવર બ્રન્ટે 28 બોલમાં 30 રન બનાવ્યા હતા. ઉપરાંત, તેણે આ સિઝનમાં 500 રનનો આંકડો પાર કર્યો. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેને આ સિદ્ધિ મેળવી છે.
નેટ સીવર બ્રન્ટે બનાવી દીધો મોટો રેકોર્ડ
હકીકતમાં, મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં નેટ સીવર બ્રન્ટ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 500 રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. આ ઉપરાંત, નેટ સીવર બ્રન્ટે ટુર્નામેન્ટમાં પોતાના 1000 રન પૂરા કર્યા. નેટ સીવર બ્રન્ટ આ કરનારી એકમાત્ર ક્રિકેટર છે. આ સિઝનમાં નેટ સીવર બ્રન્ટે ઘણા રન બનાવ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં નેટ સીવર બ્રન્ટ ટોચ પર છે. આ ઓલરાઉન્ડરે 10 મેચમાં 65.37 ની સરેરાશથી 523 રન બનાવ્યા. જેમાં નેટ સીવર બ્રન્ટનો શ્રેષ્ઠ સ્કોર 80 રન અણનમ રહ્યો હતો. ઉપરાંત, તેણે પચાસ રનનો આંકડો પાંચ વખત પાર કર્યો, જે રેકોર્ડ છે.

