WPLમાં દિલ્હી કેપિટલ્સે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને સોંપી કમાન, મેગ લેનિંગ બની કેપ્ટન, જુઓ કેપ્ટનોનુ પુરેપુરુ લિસ્ટ
મેગ લેનિંગ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ હજારથી વધુ રન બનાવી ચૂકી છે. ટી20માં તેની બેટિંગ એવરેજ 36.61 અને સ્ટ્રાઇક રેટ 116.37 રહી છે.
WPL 2023 Captains: મહિલા પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને પોતાની ટીમની કમાન સોંપી છે. આ ફ્રેન્ચાઇઝીને મેગ લેનિંગને કેપ્ટન તરીકે પસંદ કરી છે. મેગે તાજેતરમાં જ પુરા થયેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પીયન બનાવી છે. તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં એકપણ મેચ નથી હારી, અને ચેમ્પીયન બની છે. મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને ટી20માં વર્લ્ડ ચેમ્પીયન બનાવી છે, તો ડબલ્યૂપીએલમાં પણ તેની પાસે ખિતાબની આશા રાખવામાં આવી રહી છે.
30 વર્ષીય મેગ લેનિંગ પાંચ વાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન ટીમની સભ્ય રહી ચૂકી છે. 18 વર્ષની ઉંમરમાં તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હુત. પોતાના 12 વર્ષથી વધુના સમયમાં આ પ્રૉફેશનલ કેરિયરમાં તે 241 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. આમાં 6 ટેસ્ટ, 103 વનડે અને 132 ટી20 ઇન્ટરનેશનલ મેચો સામેલ છે.
T20Isમાં 100 મેચોમાં કરી ચૂકી છે કેપ્ટનશીપ -
મેગ લેનિંગ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ હજારથી વધુ રન બનાવી ચૂકી છે. ટી20માં તેની બેટિંગ એવરેજ 36.61 અને સ્ટ્રાઇક રેટ 116.37 રહી છે. ટી20માં તે બે સદીઓ પણ ફટકારી ચૂકી છે. 132 T20I માંથી 100 માં તે કેપ્ટન રહી છે. આવામાં તેની પાસે કેપ્ટનશીપનો સારો અનુભવ છે. દિલ્હીએ મેગ લેનિંગને મહિલા પ્રીમિયર લીગના ઓક્શનમાં 1.1 કરોડ રૂપિયાનો દાંવ લગાવીને પોતાની સ્ક્વૉડમાં સામેલ કરી હતી.
જેમીમા રૉડ્રિગ્ઝને મળી ઉપ કેપ્ટનશીપ -
ભારતીય મીડલ ઓર્ડર બેટ્સમેન જેમીમા રૉડ્રિગ્ઝને દિલ્હી કેપિટલ્સની ઉપ કેપ્ટન બનાવવામાં આવી છે, 22 વર્ષીય જેમીમા રૉડ્રિગ્ઝ અત્યાર સુધી 80 ટી20 ઇન્ટરનેશનલ અને 21 વનડે મચો રમી ચૂકી છે. તેના નામે બે હજારથી વધુ ઇન્ટરનેશનલ રન નોંધાયેલા છે. જેમીમા રૉડ્રિગ્ઝએ કેટલીય વાર ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી છે.
WPL 2023માં ત્રણ ઓસ્ટ્રેલિયન કેપ્ટન -
મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સની કેપ્શનશીપ સંભાળી રહી છે, તો વળી, ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન બેથ મૂની પર ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપની જવાબદારી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલિસા હીલીને યૂપી વૉરિયર્સની કેપ્ટન બનાવવામાં આવી છે. એટલે કે વૂમન્સ પ્રીમિયર લીગની 5 ટીમોમાંથી ત્રણ ટીમોને ઓસ્ટ્રેલિન મહિલાઓ લીડ કરી રહી છે. બાકીની બે ટીમોમાં સ્મૃતિ મંધાના RCB ની કેપ્ટન છે અને હરમન પ્રીત કૌરને મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.