શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે સેલીબ્રેટ કર્યો બર્થડે, ઇન્ટરનેટ પર લીક થઈ તસવીર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસવીરમાં મોડલ અદિતિ ક્રિકેટર ઈશાનના ગળામાં હાથ નાખીને જોવા મળી રહી છે
નવી દિલ્હીઃ ભારતની અંડર-19 ટીમના કેપ્ટન રહેલ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિનશને 18 જુલાઈના રોજ પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો. ઇન્ડિયા એ ટીમની સાથે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર ગયેલ ઈશાનની સાથે આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા પણ જોવા મળી હતી. આ તસવીરો જોઈને યૂઝર્સ ઈશાન અને અદિતીના રિલેશનશિપને લઈને અંદાજ લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસવીરમાં મોડલ અદિતિ ક્રિકેટર ઈશાનના ગળામાં હાથ નાખીને જોવા મળી રહી છે જ્યારે ઈશાન તેનો હાથ પકડીને ઉભો જોવા મળી રહ્યો છે. મોડલ અદિતી હંડિયા 2018માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ જીતી ચૂકી છે. જોકે, હજુ સુધી આ કપલે પોતાના રિલેશનની સત્તાવાર જાહેરાત કરી નથી.
મહેન્દ્ર ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવા મળેલ યુવા ખેલાડીઓમાં સામેલ ઈશાન કિશને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવિવારે જાહેર થનાર ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે તેવી શક્યતા છે. જોકે, રિષભ પંત હાલમાં સીલેક્ટર્સના પસંદગીના ક્રિકેટર બનેલ છે. પટનાના રહેનાર ઈશાન કિશન ઝારખંડ માટે રણજી મેચ રમી ચૂક્યા છે. 2016 અંડર-19માં તે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂક્યા છે. આ વિકેટકીપર-બેટ્સમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેટલીક સારી ઇનિંગ રમી છે. આઈપીએલ હરાજીમાં તેને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે કિશનને લઈને જોરદાર બોલી લાગી હતી. તેની ઉંમરને જોતા ટીમ ઇન્ડિયામાં તેની આવવાના સંભાવના પ્રબળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement