શોધખોળ કરો
Advertisement
ચાલુ મેચમાં કયા વિકેટકીપરે બેટ્સમેનને કહ્યું કે- 'આજે ભાઇને મારવાનું મન નથી, તેનામાં દમ નથી....'
ઇશાન કિશનની આ સ્લેઝિંગ જોઇને બેટ્સમેન મયંક મારકંડે હસ્યો, એટલુ જ નહીં ઇશાન કિશનની સાથે સાથે સ્લિપમાં ઉભો રહેલો કરુણ નાયર પણ હંસવા લાગ્યો હતો
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ફિલ્ડિંગ, બૉલિંગ અને બેટિંગ ઉપરાંત સ્લેઝિંગ પણ એક મોટો અને મહત્વનો ભાગ છે. ક્રિકેટના મેદાન પર કેટલાય ખેલાડીઓને સ્લેઝિંગ કરતાં તમે જોયા હશે. હવે આ લિસ્ટમાં દુલિપ ટ્રૉફીના ભારતીય પ્લેયર્સ પણ જોડાઇ ગયા છે. હાલમાં ચાલી રહેલી દુલિપ ટ્રૉફીમાં સ્લેઝિંગનો કિસ્સો સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઇ ગયો છે.
દુલિપ ટ્રૉફીમાં ઇન્ડિયા ગ્રીન અને ઇન્ડિયા રેડ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી હતી, ઇન્ડિયા ગ્રીન તરફથી 8માં નંબરે બેટિંગ કરવા આવેલા મયંક મારકંડેનું ઇન્ડિયા રેડના વિકેટકીપર ઇશાન કિશને જોરદાર સ્લેઝિંગ કર્યુ હતુ. મયંક મારકંડે 32 રન બનાવીને રમી રહ્યો હતો તે દરમિયાન ઇશાન કિશન સ્લેઝ કરતાં બોલી રહ્યો હતો કે, બધા ખેલાડીઓ અંદર આવી જાઓ. આ ભાઇના હાથમાં દમ નથી, આજે તેને મારવાનુ મન નથી, તે મોટા શૉટ નહીં મારી શકે.
ઇશાન કિશનની આ સ્લેઝિંગ જોઇને બેટ્સમેન મયંક મારકંડે હસ્યો, એટલુ જ નહીં ઇશાન કિશનની સાથે સાથે સ્લિપમાં ઉભો રહેલો કરુણ નાયર પણ હંસવા લાગ્યો હતો.Stump mic gem: Markande escapes Ishan Kishan’s trap What happens when two friends are in opposite teams? Ishan Kishan throws the bait but Mayank Markande keeps his calm. A must watch. Full video here 📹📹https://t.co/7aMTgn14cq #DuleepTrophy
— BCCI Domestic (@BCCIdomestic) September 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement