ઉપરાછાપરી છગ્ગા ઠોકીને જીતાડનારો જીમી નિશાન જીત બાદ પણ શાંત બેસી રહ્યો, તેની પાછળનુ આ છે કારણ, જાણો વિગતે
જીમીએ ટીમ માટે તાબડતોડ 11 બોલમાં 27 રન બનાવ્યા અને બાદમાં 18મી ઓવરમાં તે આઉટ થઇને પેવેલિયન ભેગો થઇ ગયો હતો, જોકે, તેના પછીની ઓવરમાં ન્યૂઝીલેન્ડે મેચ પર કબજો જમાવી લીધો.
નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી, આ મેચમાં શાનદાર જીત મેળવીને ન્યૂઝીલેન્ડ ફરી એકવાર વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે, પરંતુ ટીમને ઉપરાછાપરી છગ્ગા ઠોકીને જીત અપાવનારો જીમી નિશાન હજુ આ જીતથી ખુશ ના દેખાયો. હાલમાં સોશ્યલ મીડિયા પર તેની એક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તે જીત બાદ ટીમના સભ્યો સેલિબ્રેશન કરી રહ્યાં હતા અને તેને બધાની પાછળે એક ખુરશીમાં શાંત બેસી રહ્યો હતો. જુઓ વીડિયો.......
ખાસ વાત છે કે, પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો, એકસમયે ન્યૂઝીલેન્ડ ટીમ હારની કગાર પર આવીને ઉભી રહી હતી, આ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર જીમી નિશામ મેદાનમાં આવ્યો અને મેચને કિવીઓના પલડામાં નાંખી દીધી.
જીમીએ ટીમ માટે તાબડતોડ 11 બોલમાં 27 રન બનાવ્યા અને બાદમાં 18મી ઓવરમાં તે આઉટ થઇને પેવેલિયન ભેગો થઇ ગયો હતો, જોકે, તેના પછીની ઓવરમાં ન્યૂઝીલેન્ડે મેચ પર કબજો જમાવી લીધો. ટીમ જીતતાની સાથે જ ડગઆઉટમાં બેઠેલા ટીમના સભ્યો ઝૂમી ઉઠ્યા હતા, પરંતુ જીમીએ પોતાની ખુરશી ન હતી છોડી અને તેને પેડ પણ ન હતા કાઢ્યા, તે શાંત મન રાખીને જીતને જોઇ રહ્યો હતો.
જ્યારે નીશમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો ત્યારે તેણે ટ્વિટર પર પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો અને કહ્યું કે, તેની આંખો સામે શું હતું. નીશમે ટ્વીટ કર્યું, 'કામ પુરુ થઇ ગયુ શું? મને તો નથી લાગતું.'
Jimmy Neesham didn't move. pic.twitter.com/jbZrrQS4zX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2021
શાંત બેસવા પાછળનુ આ છે કારણ
વર્ષ 2019ના વનડે વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમને પહેલા સ્કૉર લેવલ અને પછી સુપર ઓવરમાં માત મળી હતી, આ કારણે જીમી નિશામે નિરાશ થઇ ગયો હતો અને તેને ટ્વીટ કરીને દેશના બાળકોને ક્યારેય સ્પોર્ટ્સમાં ના આવવા અપીલ કરી દીધી હતી. તેને સતત એ વાતનુ દુઃખ રહેતુ હતુ કે તે પોતાની ટીમને વર્લ્ડકપ ના જીતાડી શક્યો, કેમ કે સુપર ઓવરમાં જીમી નિશામ ખુદ બેટિંગ કરવા આવ્યો હતો. હવે તેના મનમાં એક જ વાત છે કે જ્યારે ટીમને તે ફાઇનલમાં પણ આ રીતે જીત અપાવે.
Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy.
— Jimmy Neesham (@JimmyNeesh) July 15, 2019