શોધખોળ કરો
સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમના ઓપનર જેસન રોય હાલ સારા ફોર્મમાં છે. જેના કારણે વર્લ્ડકપ જીત્યા બાદ તેને દેશ માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. આજે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી મેચથી તેણે ડેબ્યૂ કર્યુ હતું.
![સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત Jason Roy becomes 5th cricketer to make test debute after plays highest interntaionl cricket સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/24185427/roy.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમના ઓપનર જેસન રોય હાલ સારા ફોર્મમાં છે. જેના કારણે વર્લ્ડકપ જીત્યા બાદ તેને દેશ માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. આજે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી મેચથી તેણે ડેબ્યૂ કર્યુ હતું. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે તેને ટેસ્ટ કેપ આપી હતી. બેટિંગમાં રોય ખાસ ઉકાળી શક્યો નહોતો. તે માત્ર 5 બનાવી શક્યો હતો અને ઈંગ્લેન્ડની ટીમ પણ માત્ર 85 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી.
સૌથી વધારે મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વન ડે અને ટી 20 ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માના નામ પર છે. રોહિત શર્માએ 144 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
બીજા નંબર ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ છે. ફિંચને 115 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ત્રીજા નંબરે રહેલા ઝિમ્બાબ્વેના ચમૂ ચિમ્બાએ 126 મેચ બાદ અને ચોથા નંબર પર રહેલા ભારતના સુરેશ રૈનાએ 116 મેચ બાદ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું યાદ અપાવ્યું ? જાણો વિગત
જેસન રોયને ઈંગ્લેન્ડ તરફથી 115 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. રોયે 85 વન ડે અને 32 T20 મેચ રમી છે. સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો જેસન રોય ઈંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે.A special moment for @JasonRoy20 and @OllyStone2! Congratulations on becoming England Test cricketers! ????????????????????????????????
Follow: https://t.co/64IuphmjOj#ENGvIRE pic.twitter.com/7nLQgKvogs — England Cricket (@englandcricket) July 24, 2019
![સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/24185535/rohit-sharma-300x223.jpg)
![સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/24185701/finch-300x222.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)