શોધખોળ કરો
ડેબ્યૂ ટેસ્ટ વર્ષમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ક્રિકેટર બન્યો બુમરાહ, જાણો વિગત
1/3

મેન ઓફ ધ મેચ બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં તેની સફળતામાં રણજી ટ્રોફીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, અમે આકરી ટ્રેનિંગ લઈએ છીએ અને રણજી ટ્રોફીમાં લાંબા સ્પેલ નાંખવાની આદત છે. તેથી શરીર આ માટે તૈયાર રહે છે. મારું ધ્યાન હંમેશાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં રમવું મારું પહેલાથી સપનું રહ્યું છે. જ્યારે મેં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું ત્યારે ખુશ હતો. મેં ધીમે ધીમે રમવાનું શરૂ કર્યું. ઈંગ્લેન્ડમાં અલગ પ્રકારનો અનુભવ હતો. ઓસ્ટ્રેલિયામાં રમવાનો પણ અલગ પ્રકારનો અનુભવ છે. શરૂઆત સારી થઈ છે અને ભવિષ્યમાં પણ આવું પ્રદર્શન કરતો રહીશ તેવી આશા છે.
2/3

મેલબોર્નઃ ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવવાની સાથે જ 37 વર્ષ બાદ મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ જીત ભારતની ટેસ્ટ ક્રિકેટમાં 150મી જીત છે. મેચમાં શાનદાર બોલિંગ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવનારા બોલર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બુમરાહે પ્રથમ ઈનિંગમાં 33 રનમાં 6 અને બીજી ઈનિંગમાં 53 રનમાં 3 વિકેટ લીધી હતી.
Published at : 30 Dec 2018 03:42 PM (IST)
View More




















