શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝનો આ ખેલાડી હવે ઇંગ્લેન્ડની ટીમમાંથી રમશે વર્લ્ડકપ, ઇંગ્લિશ ટીમમાં મળ્યુ સ્થાન, જાણો વિગતે
જોફ્રા આર્ચરને વર્લ્ડકપ ટીમ માટે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. જોફ્રાને લેફ્ટ આર્મ સ્પિનર ડેવિડ વિલીના સ્થાને ટીમમાં સામેલ કરાયો છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની શરૂઆતના ઠીક પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાની ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આજે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી. તેમને વર્લ્ડકપ માટેની ફાઇનલ સ્ક્વૉડમાં જોફ્રા આર્ચરનો સમાવેશ કર્યો છે. જોફ્રા આર્ચર ઉપરાંત જેમ્સ વિન્સ અને લિયામ ડૉસનને પણ ટીમમાં સમાવાયા છે.
જોફ્રા આર્ચરને વર્લ્ડકપ ટીમ માટે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. જોફ્રાને લેફ્ટ આર્મ સ્પિનર ડેવિડ વિલીના સ્થાને ટીમમાં સામેલ કરાયો છે.
24 વર્ષીય આ કેરેબિયન પ્લેયર મૂળભૂત રીતે વેસ્ટઇન્ડિઝના બાર્બાડોઝનો રહેવાસી છે. બાર્બાડોઝમાં જન્મેલા આ ખેલાડીએ સૌપ્રથમ વેસ્ટઇન્ડિઝ માટે ક્રિકેટ રમી. 2013માં આર્ચરે વેસ્ટ ઇન્ડિઝની અંડર-19 ટીમમાં છેલ્લી વાર ક્રિકેટ મેચ રમી હતી. ત્યારબાદ તે ઇંગ્લેન્ડની ડૉમેસ્ટિક મેચો રમવા લાગ્યો, બાદમાં તેને ઇંગ્લેન્ડની નેશનલ ટીમમાં સ્થાન મળ્યુ હતું.
ઇંગ્લેન્ડની નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે નિયમ પ્રમાણે અન્ય દેશના ખેલાડીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઇંગ્લેન્ડની ડૉમેસ્ટિક ક્રિકેટ ટીમમાં રમવુ અનિવાર્ય છે. જે આર્ચરે સફળતાથી પુરી કર્યો છે, જેના કારણે જોફ્રા આર્ચરને ઇંગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં સામેલ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement