Kabaddi Player Death: ચાલુ રમતમાં કલાબાજી બતાવી રહેલા કબડ્ડી પ્લેયરનું મોત, આ રીતે થયો દર્દનાક અકસ્માત
ખેલાડીઓએ પોતાના સારા પ્રદર્શન માટે મેચ દરમિયાન તેમના પૂરા પ્રયાસો કરતા હોય છે. તેઓ અમુક સમયે જીવલેણ પરિસ્થિતિઓમાંથી પણ પસાર થાય છે.
Kabaddi Player Vinod Kumar Death Chennai: ખેલાડીઓએ પોતાના સારા પ્રદર્શન માટે મેચ દરમિયાન તેમના પૂરા પ્રયાસો કરતા હોય છે. તેઓ અમુક સમયે જીવલેણ પરિસ્થિતિઓમાંથી પણ પસાર થાય છે. તો બીજી તરફ ખેલાડીના ચાહકો તેના અનન્ય અને સારા પ્રદર્શનનો સંપૂર્ણ આનંદ માણે છે. ઘણી વખત દર્શકોને એ પણ ખબર હોતી નથી કે, તેમની સામે પ્રદર્શન કરી રહેલો ખેલાડી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ઘણી વખત એવા કિસ્સા બનતા હોય છે કે, ચાલુ રમત દરમિયાન ખેલાડીનું મૃત્યુ થયું હોય. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે.
ઉંધા માથે પડ્યો હતો કબડ્ડી પ્લેયરઃ
આજતક પર પ્રકાશિત એક અહેવાલ મુજબ, તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાના મરિયમ્માન મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં 34 વર્ષીય કબડ્ડી પ્લેયર વિનોદ કુમારનું પોતાની કલાબાજી બતાવતા મૃત્યુ થયું હતું. કલાબાજી બતાવી રહેલો કબડ્ડી પ્લેયર મેદાન પર ઉંધા માથે પટકાયો હતો અને પછી તે ઉભો નહોતો થઈ શક્યો. આ જોઈને ત્યાં હાજર લોકો તરત જ તેની પાસે ગયા અને તેને ઉપાડીને લઈ ગયા હતા. આ પછી વિનોદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિનોદની હાલત જોઈને તેને સરકારી મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન વિનોદનું મોત થયું હતું.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયોઃ
અહેવાલ મુજબ વિનોદને ગળામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. વિનોદ પોતાની કબડ્ડી ટીમ સાથે આ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો. તેની સાથે અન્ય સાથીઓ પણ કરતબ બતાવી રહ્યા હતા. પરંતુ વિનોદ સાથે આ ઘટના બની અને તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિનોદના મૃત્યુથી તેનો પરિવાર આઘાતમાં છે.
આ પણ વાંચોઃ
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન