શોધખોળ કરો
Advertisement
સલમાનની 'રેસ-4' ફિલ્મમાં દેખાશે ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર, રોહિત શર્માએ શેર કર્યો વીડિયો
રવિવારે લંડનના કાર્ડિફ માટે રવાના થઇ, આખી ટીમ જ્યારે બસમાં જઇ રહી હતી ત્યારે રોહિત શર્માએ એક વીડિયો શેર કર્યો. જેમાં તે રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવની સાથે વાતચીત કરતો દેખાઇ રહ્યો હતો
કાર્ડિફઃ ભારતીય ક્રિકેટ ટીમ બીજા વૉર્મ અપ મેચ માટે રવિવારે લંડનના કાર્ડિફ માટે રવાના થઇ, આખી ટીમ જ્યારે બસમાં જઇ રહી હતી ત્યારે રોહિત શર્માએ એક વીડિયો શેર કર્યો. જેમાં તે રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવની સાથે વાતચીત કરતો દેખાઇ રહ્યો હતો.
રોહિતે પહેલા રવિન્દ્ર જાડેજા સાથે વાત કરી અને તેની બેટિંગની પ્રસંશા કરી હતી, બાદમાં રોહિતે ઓલરાઉન્ડર કેદાર જાધવ સાથે વાતચીત કરી હતી. રોહિતે આ વીડિયો દરમિયાન જણાવ્યુ કે, કેદાર જાધવ સલમાનની 'રેસ-4' ફિલ્મમાં ગેસ્ટ એપીયરેન્સમાં જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયામાં કેદાર જાધવને બધા સલમાન ભાઇ કહીને બોલાવે છે. એટલા માટે રોહિતે હળવા અંદાજમાં જાધવની સલમાન તરીકે મજાક કરી હતી. કેદારે પણ મજાક કરતાં કહ્યું કે, હાલ વાતચીત ચાલી રહી છે, ફેન્સને સરપ્રાઇઝ મળી શકે છે.View this post on InstagramBus drives are fun! PS - listen carefully! @kedarjadhavofficial @royalnavghan
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement