KKRના ક્યા બેટ્સમેને માર્યો એવો જોરદાર શોટ કે બાઉન્ડ્રી પરનો કેમેરો તૂટી ગયો, જાણો વિગત
આ ઘટના દરમિયાન બાઉન્ડ્રી પર હૈદરાબાદનો ઓલરાઉન્ડર રાશિદ ખાન ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તે શૉટ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો.
નવી દિલ્હીઃ રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટ હરાવી દીધુ. કેકેઆરના વિસ્ફોટક બેટ્સમેન નીતિશ રાણાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે તેને પોતાના શાનદાર શૉટથી એક મોંઘા કેમરાને તોડી નાંખ્યો હતો, આ કેમેરો બાઉન્ડ્રી પર મુકવામાં આવ્યો હતો, પરંતુ શૉટની તાકાતથી તેનો લેન્સ જ તુટી ગયો હતો. આ ઘટના દરમિયાન બાઉન્ડ્રી પર હૈદરાબાદનો ઓલરાઉન્ડર રાશિદ ખાન ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તે શૉટ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરી રહેલા હૈદરાબાદનો રાશિદ ખાન હસવા લાગ્યો. મેચ બાદ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થવા લાગ્યો હતો.
કેકેઆરના બેટ્સેમેન નીતિશ રાણાએ હૈદરાબાદ વિરુદ્ધ 33 બૉલમાં મહત્વપૂર્ણ 25 રનની ઇનિંગ રમી હતી. તેણે કુલ 3 ચોગ્ગા લગાવ્યા. તેમાં આ ચોગ્ગો પણ સામેલ હતો. મેચમાં કોલકત્તાને 116 રનોનો લક્ષ્ય મળ્યો હતો. જેને કેકેઆર આસાનીથી જીત મેળવી હતી. હવે કોલકતા 12 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાન પર છે.
Nitish Rana breaks Camera lens😍#KKRvSRH #IPL2021 #NitishRana pic.twitter.com/7ItIPsK6rb
— Subuhi S (@sportsgeek090) October 3, 2021
KKRએ SRHના આપેલા 116 રનના લક્ષ્યાંકને 2 બોલ બાકી હતાને પાર પાડી દીધો હતો. કોલકતાની ટીમ આ જીતના સાથે પ્લે ઓફની રેસમાં જારી છે, જ્યારે SRHની ટીમ પહેલાથી જ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થવા લાગ્યો હતો.
રાયડૂએ ફ્રિઝનો કાચ તોડ્યો હતો
આ અગાઉ IPLના ફેઝ-1માં ચેન્નઈ-મુંબઈની મેચમાં અંબાતી રાયડૂએ ઓફ સાઈડમાં છગ્ગો માર્યો હતો જે સીધો ડગ આઉટમાં મૂકેલા ફ્રિઝમાં જઈ અથડાયો હતો. બોલ વાગવાથી ફ્રિઝનો કાચ તૂટી ગયો હતો.