K.L.રાહુલે કઈ હૉટ એક્ટ્રેસ સાથે પોતાના અફેરની કરી કબૂલાત, એક્ટ્રેસના બર્થ ડે પર શું આપી વિશ ?
ક્રિકેટરે ખુદ પોતાના અફેરની કબુલાત કરી છે, અને આ કબુલાત એક પૉસ્ટથી થઇ છે.
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ આથિયા શેટ્ટીની છેલ્લા કેટલાય સમયથી અફેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે બન્નેના રિલેશનશીપને લઇને એક મોટી ખબર સામે આવી છે. ક્રિકેટરે ખુદ પોતાના અફેરની કબુલાત કરી છે, અને આ કબુલાત એક પૉસ્ટથી થઇ છે. કેએલ રાહુલે આથિયા શેટ્ટીની બર્થડે પર આ વાતને ઓફિશિયલી કરી દીધી. આ પૉસ્ટ પર હવે ફિલ્મ અને ક્રિકેટ ઇન્ડસ્ટ્રીના લોકો જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. પંજાબ કિંગ્સના ક્રિકેટર મંદીપ સિંહે કૉમેન્ટમાં આથિયાને ભાભીજી લખ્યુ છે.
આ કપલ હંમેશા એકબીજાની તસવીરો પર પ્રેમ રેડતાં રહે છે અને કૉમેન્ટ કરતાં રહે છે. પરંતુ અત્યાર સુધી બન્નેએ પબ્લિકલી પોતાના સંબંધોને એક્સેપ્ટ ન હતા કર્યા, આથિયા માટે કેએલ રાહુલે એક એવી પૉસ્ટ શેર કરી જેનાથી આ કપલનુ રિલેશન ઓફિશિયલ થઇ ગયુ. રાહુલે પોતાની પૉસ્ટના કેપ્શનમાં લખ્યું- જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મારી આથિયા.
View this post on Instagram
રાહુલની પૉસ્ટ પર અનુષ્કા શર્મા,સેયામી ખેર, સાનિયા મિર્ઝા, હાર્દિક પંડ્યા, સિકન્દર ખેરે કૉમેન્ટ કરીને દિલ વાળી ઇમૉજી પૉસ્ટ કરી છે. ક્રિકેટર રોહિત શર્માની પત્નીએ કૉમેન્ટમાં લખ્યું- આહ, કાશ કોઇની ચીપ વાળી ઇમૉજી હોતી. વળી કિંગ્સ ઇલેવન પંજાબના ક્રિકેટર મંદિપ સિંહે કહ્યું- જન્મદિવસ મુબારક હો ભાભીજી.