શોધખોળ કરો
સિડની વન ડેમાં ભારતીય બેટ્સમેનોને ચોંકાવનારો રિચર્ડસન કોણ છે ? ઓસ્ટ્રેલિયાએ કેમ સામેલ કર્યો છે ટીમમાં, જાણો વિગત
1/3

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં ભારતની 34 રનથી હાર થઈ હતી. 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 254 રન જ કરી શકી હતી. ઓસ્ટ્રેલિયાનો નવોદિત બોલર જાય રિચર્ડસને 10 ઓવપાં 26 રન આપી 4 વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં કોહલી અને રાયડુને આઉટ કરી ટીમ ઈન્ડિયાને બેવડો ફટકો માર્યો હતો. તેના આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/3

રિચર્ડસને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી 2015-16માં 19 વર્ષની વયે ડેબ્યૂ કર્યું. ફેબ્રુઆરી 2017માં ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમમાં તેની પસંદગી થઈ. 7 આંતરરાષ્ટ્રીય ટી20માં તેણે 9 વિકેટ ઝડપી છે. આજની મેચ પહેલા તેણે 4 વન ડેમાં 7 વિકેટ લીધી હતી. તે પ્રથમ વન ડે ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમ્યો હતો. તેને ઈંગ્લેન્ડમાં રમવાનો સારો અનુભવ છે અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી તેને ટીમમાં સામેલ કર્યો છે.
Published at : 12 Jan 2019 05:02 PM (IST)
View More





















