શોધખોળ કરો
Advertisement
સચિનને કુંબલે અને દ્રવિડ પછી હોલ ઓફ ફેમમાં કેમ મળ્યું સ્થાન ? જાણો શું છે ICCનો નિયમ
તેંડુલકર આ સાથે આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ બિશન સિંઘ બેદી, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુમ્બલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે. આ સમારંભમાં સચિનની પત્ની અંજલી અને પુત્રી સારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતના લેજન્ડરી સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરને આઇસીસીના હોલ ઓફ ફૅમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લંડનમાં યોજાયેલા એક સમારંભમાં ક્રિકેટના ભગવાન તરીકેની ઓળખ ધરાવતા તેંડુલકરની સાથે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર કેર્થીન ફિટ્ઝપેટ્રિકને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દિગ્ગજોની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તેંડુલકર આ સાથે આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ બિશન સિંઘ બેદી, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુમ્બલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે. તેંડુલકરને આ સન્માન આઇસીસીના સીનિયર હોદ્દેદાર મનુ સાહનીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતુ. આ સમારંભમાં સચિનની પત્ની અંજલી અને પુત્રી સારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સચિનની પહેલા તેના સાથી કુંબલે અને દ્રવિડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. જેને લઈ કેટલાક ક્રિકેટ ફેન્સે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ અંહે આઈસીસીએ ખુલાસો કરતા જણાવ્યું કે, હોલ ઓફ ફેમમાં સ્થાન આપવા અંગેના નિયમોના કારણે તેંડુલકરને કુંબલે અને દ્રવિડ બાદ સ્થાન મળ્યું છે. હોલ ઓફ ફેમમાં એવા જ બેટ્સમેનને સામેલ કરવામાં આવે છે જેમણે ટેસ્ટ કે વન ડેમાંથી કોઈ એક ફોર્મેટમાં ઓછામાં ઓછા 8000 રન ફટકાર્યા હોય કે 20 સદી નોંધાવી હોય. જ્યારે કોઇ બોલરે ટેસ્ટ કે વન ડેમાં 200 કે તેથી વધુ વિકેટ લીધી હોય અને તેનો ટેસ્ટમાં સ્ટ્રાઇક રેટ 50નો અને વન ડેમાં 30નો હોય ત્યારે જ બોલરને સ્થાન મળે છે.
દ્રવિડ અને કુંબલે બાદ તેંડુલકરને હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું તેની પાછળનું કારણ નિવૃત્તિનો નિયમ છે. આઈસીસએ નક્કી કર્યુ છે કે લેજન્ડરી ક્રિકેટરની નિવૃત્તિના પાંચ વર્ષ બાદ જ તેનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવો. આ કારણે 2008માં નિવૃત્તિ લેનારા કુંબલે અને 2012માં નિવૃત્તિ લેનારા દ્રવિડને વહેલા હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું. જ્યારે સચિને 2013માં નિવૃત્તિ જાહેર કરી હોવાથી તેને રાહ જોવી પડી હતી.
મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે ન વધાર્યો પગાર, જાણો કેટલી લે છે સેલરી
લાંબા વિરામ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શરૂ થયો વરસાદ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement