નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ વનડે સીરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને 3-1થી હાર ધમાકેદાર અંદાજમાં જીત મેળવી છે. હવે વનડે સીરીઝ બાદ ભારત 4 નવેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 3 મેચની ટી-20 સીરીઝ રમશે. ટી-20 સીરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી નહીં રમે. રોહિત શર્મા પર એક યુવા ટીમની જવાબદારી હશે, જે આ વખતે કોહલી અને ધોની વગર ઉતરશે. ટી-20 સીરીઠ માટે આ વખતે કેટલાક નવા ચેહરા સામેલ કરવામાં આવ્યા છે, જેમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા પણ સામેલ છે.
કૃણાલ પંડ્યાની કારકિર્દી પર નજર નાખીએ તો તેને 43 લિસ્ટ-એ મેચમાં 1249 રન બનાવવાની સાથે 47 વિકેટ ઝડપી છે. જ્યારે 62 ટી-20 મેચમાં કૃણાલ પંડ્યા 967 રન અને 51 વિકેટ ઝડપી ચુક્યો છે. કૃણાલ પંડ્યાએ 39 આઇપીએલ મેચમાં 708 રન બનાવ્યા છે અને 28 વિકેટ ઝડપી છે.