શોધખોળ કરો
2004માં PAK બેટ્સમેનના હોંશ ઉડાવનારા આ ભારતીય બોલરે લીધી નિવૃતિ

નવી દિલ્લી: પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. પરંતુ તે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમવાની સાથે તમિલનાડુ ટીમના બોલર કોચની ભૂમિકા ચાલુ રહેશે. 34 વર્ષીય બાલાજીને વર્ષ 2004માં પાકિસ્તાન પ્રવાસ પર કરેલા પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે. તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, ‘મારે આગળ વધવું છે, મારો પરિવાર છે અને મારે તેમના સાથે સમય વિતાવવો છે. મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 વર્ષ આપ્યા છે, પરંતુ હું આઈપીએલ અને ટીએનપીએલમાં રમવાનું ચાલી રાખીશ.’ આક્રમક બોલર બાલાજીને ઈંટરનેશનલ કેરિયર બહુ નાનુ રહ્યું હતું, અને તેને માત્ર 8 ટેસ્ટ, 30 વનડે અને પાંચ ટી-20 ઈંટરનેશનલ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને કેરિયરમાં 106 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 12.14 સરેરાશથી 1202 રન બનાવ્યા અને 26.10ની સરેરાશથી 330 વિકેટ ઝડપી છે.
વધુ વાંચો





















