શોધખોળ કરો
Advertisement
ટી-20: ન્યૂઝિલેન્ડ સામે મલિંગાએ રચ્યો ઇતિહાસ, ચાર બોલમાં ઝડપી ચાર વિકેટ
તેણે ચાર બોલમાં કોલિન મુનરો, હામિશ રુધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહોમ, અને રોસ ટેલરને આઉટ કર્યા હતા.
નવી દિલ્હીઃ શ્રીલંકાના સ્ટાર ઝડપી બોલર લસિથ મલિંગાએ ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં સળંગ ચાર બોલ પર ચાર વિકેટ ઝડપી હતી. તેણે ચાર બોલમાં કોલિન મુનરો, હામિશ રુધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહોમ, અને રોસ ટેલરને આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાના ઇન્ટરનેશન કરિયરમાં બીજી વખત સતત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપી છે. આ અગાઉ તેણે 2007ના વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર મલિંગા એકમાત્ર બોલર છે.
મલિંગાના નામ પર હવે ઇન્ટરનેશનલ ક્રિકેટર કરિયરમાં સૌથી વધુ પાંચ હેટ્રિંક નોંધાયેલી છે. તેણે ત્રણ હેટ્રિક વન-ડેમાં અને બે હેટ્રિક ટી-20 મેચમાં ઝડપી છે. બીજા સ્થાન પર પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમનો આવે છે. તેના નામ પર ચાર વખત હેટ્રિક ઝડપવાનો રેકોર્ડ છે.
આ અગાઉ મેચમાં મિશેલ સેન્ટનરે અને ટોડ એસ્ટરની શાનદાર બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને આઠ વિકેટ પર 125 રન પર રોકી દીધી હતી. બંન્નેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement