શોધખોળ કરો
Advertisement
IPL 11: કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 178 રનનો ટાર્ગેટ
બેંગલુરૂ: આઈપીએલ-11ની 33મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો છે.ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 177 રન બનાવ્યા અને કોલકાતાના જીત માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચેન્નઈના કેપ્ટન ધોનીને સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. વોટસને 36 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કોલકાતાની ટીમ પોતાના ઘર આંગણે રમી રહી છે, પરંતુ ચેન્નઈ સામે જીત મેળવવી સરળ નહી રહે. નોંધનીય છે કે ચેન્નઈએ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પર છે. બે વર્ષ પછી આઈપીએલમાં વાપસી કરનારી ચેન્નઈની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સમાં નિતીશ રાણા ઈજામાંથી હજૂ બહાર નથી આવ્યો, બુધવારે તેણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ નહોતો લીધો. આ સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી ચેન્નઈ સામે કોલકાતા નબળી જોવા મળી રહી છે. રાણાએ આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે જેમં 31.33ની એવરેજથી 188 રન બનાવ્યા છે. આ સાથે જ સતત બે મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion