ધરમશાળા: પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડના 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈંડિયાએ 33.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 194 રન બનાવી લીધા છે. પ્રથમ વન ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો. હાર્દિક પંડ્યા- અમિત મિશ્રાના તરખાટ પછી વિરાટ કોહલીના અણનમ આક્રમક 89 રનની મદદથી ન્યૂઝીલેન્ડને હરાવ્યુ હતું. આ સાથે ભારત પાંચ મેચોની સીરિઝમાં 1-0થી આગળ થઇ ગયુ છે. વિરાટ કોહલીએ કારકિર્દીની 37મી અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી રોહિત શર્મા 14 રને આઉટ થયો હતો. ત્યારબાદ રહાણે પણ 33 રને આઉટ થયો હતો. મનિષ પાંડે પણ 17 રને પેવેલિયન ભેગો થયો હતો. ધોની 21 રને આઉટ થયો છે.
2/4
સાતમી ઓવરના પ્રથમ બોલ પર ઉમેશ યાદવની બોલિંગમાં તે ધોનીને કેચ આપી બેઠો હતો. બાદમાં કોરી એન્ડરસન પણ પંડ્યાની બોલિંગમાં યાદવને કેચ આપી બેઠો હતો. નોંધનીય છે કે આ અગાઉ મહેન્દ્રસિંહ ધોનીએ પ્રથમ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 900મી વન ડે મેચમાં હાર્દિક પંડ્યાએ વન ડે ડેબ્યૂ કર્યુ હતું.
3/4
આ અગાઉ ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બીજી જ ઓવરમાં ઓપનર ગુપ્ટિલ હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. બાદમાં કેપ્ટન વિલિયમ્સન પણ ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. તે ફક્ત ત્રણ રન બનાવી શક્યો હતો. બાદમાં આવેલા રોઝ ટેલર ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો.
4/4
ન્યૂઝીલેન્ડે પ્રથમ વન ડેમાં ટીમ ઈંડિયાને જીતવા 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 190 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન ટોમ લાથમે સૌથી વધુ 79 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને અમિત મિશ્રાએ 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવ અને કેદાર જાધવે 2-2 વિકેટ ઝડપી હતી.