શોધખોળ કરો
ભારતે સિરીઝના પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું, કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટથી જીત મેળવી છે. ભારેત હોતિ શર્મા અને વિરાટ કોહલીની બે વિકેટ ગુમાવીને 156 રન બનાવીને ડકવર્થ લુઈસ નિયમ અનુસાર જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપીને ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો ગયો છે. ભારત માટે કુલદિપ યાદવે 4, મોહમ્મદ શમીએ 3, યૂઝવેન્દ્ર ચહલે 2 અને કેદાર જાધવે 1 વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કપ્તાન કેન વિલિયમ્સને 36મી અર્ધ સદી ફટકારી 64 રન કર્યા હતા અને તેમના પછી રોસ ટેલરે સૌથી વધુ 24 રન કર્યા હતા. બાકી ટીમના ખેલાડીઓ દ્વારા કંઇ ખાસ સારું પ્રદર્શન દાખવવામાં આવ્યું નહોતું. જ્યારે ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ તરીકે યાદવે બોલ્ટને કેચ આઉટ કર્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન બોલ્ટ 10 બોલમાં માત્ર 1 રન જ કરી શક્યો હતો. આ સાથે જ ભારતની ટીમને જીતવા માટે 158 રનનો લક્ષ્યાંક આપીને ન્યૂઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી.
વધુ વાંચો




















