શોધખોળ કરો
નિવૃત્તી પછી આ ખાસ કામ કરશે ધોની, સામે આવ્યો પ્લાન
1/3

ખેલ અને યુવા કલ્યાણ વિભાગના ડાયરેક્ટર ધર્મેશ સાહુએ જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની તરફથી પ્રસ્તાવ આવ્યો છે. તેની ઉપર નિયમો પ્રમાણે કાર્યવાહી કર્યા પછી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ધર્મેશનું કહેવું છે કે આનાથી રાજ્યના ખેલાડીઓને ફાયદો મળશે. સ્પોર્ટ્સ વિભાગ ધોનીના પ્રસ્તાવને રાજ્ય સરકારને મોકલવાશે. આ પછી રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે.
2/3

રાયપુરઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમ એસ ધોની હાલમાં માત્ર વનડે ટીમનો જ સભ્યો છે. ટી20માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અટકળો છે કે ધોની વર્લ્ડ કપ 2019 પછી નિવૃત્તી જાહેર કરી શકે છે. ત્યારે તેના ફેન્સના મનમાં એ સવાલો ઉઠી રહ્યા છે કે ધોની નિવૃત્તી પછી શું કરશે. જોકે ધોનીએ આ મામલે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
3/3

ધોનીએ છત્તીસગઢમાં એક ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે ધોનીએ સ્પોર્ટ્સ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરમાં શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એેકેડમી શરૂ કરવાને લઈને વાત ચાલી રહી છે. સ્પોર્ટ્સ વિભાગે એમઓયુ પર પોતાનો મત વ્યક્ત કર્યા પથી હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે.
Published at : 27 Nov 2018 07:53 AM (IST)
Tags :
Mahendra Singh DhoniView More





















