શોધખોળ કરો
Advertisement
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં ભારતીય ટીમમાં હશે બે-બે કેપ્ટન, જાણો વિગતે
બીસીસીઆઇના સીનિયર સેલેક્શન કમિટીએ આગામી પાંચ વનડે મેચોની સીરીઝ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરી દીધી છે
નવી દિલ્હીઃ આગામી સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ માટે બે-બે કેપ્ટન હોવાની જાહેરાત બીસીસીઆઇએ કરી છે, મિડલ ઓર્ડર બેટ્સમેને શ્રેયસ અય્યર અને મનીષ પાંડેને સાઉથ આફ્રિકા-એ સામેની પાંચ વનડે મેચોની સીરીઝમાં ઇન્ડિયા-એ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે, એટલે કે વનડે સીરીઝ માટે ભારતીય ટીમમાં બે-બે કેપ્ટન જોવા મળશે. આ સીરીઝ આ મહિનાના અંતમાં 19 ઓગસ્ટથી તિરુવનંતપુરુમમાં રમાશે.
બીસીસીઆઇના સીનિયર સેલેક્શન કમિટીએ આગામી પાંચ વનડે મેચોની સીરીઝ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરી દીધી છે. પાંચ મેચોમાં પહેલી ત્રણ મેચો માટે કેપ્ટન તરીકે મનીષ પાંડેને સિલેક્ટ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની અંતિમ બે વનડે મેચોમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરશે.
પહેલી ત્રણ વનડે મેચો માટે ઇન્ડિયા-એ ટીમ....
મનીષ પાંડે (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, અનમોલપ્રીત સિંહ, નીતિશ રાણા, રિકી ભુઇ, ઇશાન કિશન (વિકેટકીપર), વિજય શંકર, શિવમ દુબે, કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ખલીલ અહેમદ.
અંતિમ બે વનડે મેચો માટે ઇન્ડિયા-એ ટીમ....
શ્રેયસ અય્યર (કેપ્ટન), શુભમન ગીલ, પ્રશાંત ચોપડા, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઇ, સંજુ સેમસન (વિકેટકીપર), નીતિશ રાણા, વિજય શંકર, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, રાહુલ ચાહર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, ઇશાન પોરેલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement