નવી દિલ્હી: ભારતી મહિલા ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે રમતાની સાથે ઇતિહાસ રચી દીધો છે. મિતાલી રાજ પોતાના વનડે કેરિયરમાં 200 વનડે રમનારી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
2/3
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી અને અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડ 8 વિકેટથી હરાવી દીધી હતી. જો કે ભારતે આ સીરીઝી પહેલાથીજ પોતાના નામે કરી લીધી હતી.
3/3
36 વર્ષીય મિતાલીએ વનડે ક્રિકેટમાં 7 સદી સહિત 51.33ની અવરેજથી સર્વાધિક 6622 રન બનાવી ચુકી છે. મિતાલી 10 ટેસ્ટ અને 85 ટી-20 મેચ પણ રમી ચુકી છે. મિતાલીએ ગયા વર્ષે ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સની 191 મેચનો વિશ્વ રેકોર્ડને તોડ્યો હતો.