શોધખોળ કરો
ભારતમાં ફક્ત ધોનીએ ખરીદી આ કાર, પત્ની સાક્ષીએ કહ્યુ- મિસ યૂ માહી
સાક્ષીએ તસવીર સાથે લખ્યું કે, રેડ બિસ્ટ તારુ ઘરમાં સ્વાગત છે. માહી તારુ રમકડુ આખરે આવી ગયું.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. પરંતુ તેની પત્ની સાક્ષી ધોની ઘર પર તેની રાહ જોઇ રહી છે. સાક્ષીએ ધોની માટે એક ખાસ ગિફ્ટ પણ ખરીદી છે. સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક કારની તસવીર શેર કરી હતી જેનું નામ ગ્રાન્ડ ચેરોકી છે. આ લક્ઝરી કારની કિંમત એક કરો ડ રૂપિયાથી લઇને 1.4 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાક્ષીએ તસવીર સાથે લખ્યું કે, રેડ બિસ્ટ તારુ ઘરમાં સ્વાગત છે. માહી તારુ રમકડુ આખરે આવી ગયું. તમારી ખૂબ યાદ આવી રહી છે. ભારતમાં ફક્ત ધોની પાસે જ આ કાર છે. નોંધનીય છે કે માહી સ્પોર્ટ્સ બાઇક અને કારનો શોખીન છે. તેની પાસે ફેરારી 599 GTO અને હમર H2 સહિત અનેક લક્ઝરી કાર છે.
ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાથી આરામ લીધો છે. તે 30 જૂલાઇએ ડ્યૂટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયન સાથે લેહમાં રહેશે. ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન પેરા કમાન્ડો યુનિટમાં તૈનાત છે. દરમિયાન તે પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી કરશે.
વધુ વાંચો





















