શોધખોળ કરો
ધોની, વિરાટ અને રોહિત આજે બનાવી શકે છે આ મોટા રેકોર્ડ, જોખમમાં છે સચિનના આંકડા
1/4

જે રીતે વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરવાથી 81 રન દૂર છે તો પૂર્વ કેપ્ટન ધોની પણ 10 હજાર રન પૂરા કરવાથી 51 રન જ દૂર છે. નોંધનીય છે કે, વિશાખાપટ્ટનમનું આ એ જ મેદાન છે જ્યાં 2005માં પાકિસ્તાનની વિરૂદ્ધ 148 રનથી તાબડતોડ ઇનિંગ રમીને ધોનીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર દસ્તક દીધી હતી. હવે ફરી તે મેદાન પર આવશે અને આ વખતે જો તે 51 અથવા તેનાથી વધારે રન બનાવવામાં સફળ રહેશે તો તેની સાથે વધુ એક ખાસ આંકડો જોડાઈ જશે.
2/4

ગૌહાટીમાં રમાયેલ પ્રથમ વનડેમાં પોતાની કારકિર્દીની 36મી સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલી ફરી ચર્ચામાં છે. સાથે જ તેણે સચિન તેંડુલકરનો સૌથી વધારે 36 વનડે સેન્ચુરીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. હવે બીજા વનડેમાં પણ તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલીએ વનડેમાં 10000 રન પૂરા કરવા માટે 81 રનની જરૂરત છે. જો તેમ આ કરવામાં સફળ થશે તો 10,000 રન સૌથી વધારે ઝડપથી પૂરા કરવાનો રેકોર્ડ તેના નામે થઈ જશે. સચિને 259 ઇનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો જ્યારે વિરાટ અત્યાર સુધી માત્ર 204 ઇનિંગ જ રમી છે.
Published at : 24 Oct 2018 11:01 AM (IST)
View More





















