શોધખોળ કરો
Advertisement
રોજે રોજના પાવર કટથી પરેશાન છે ભારતનો આ સ્ટાર ક્રિકેટર! પત્નીએ ટ્વીટર પર ઠાલવી વ્યથા
પોતાના ટ્વીટમાં સાક્ષીએ લખ્યું, રાંચીમાં રોજ લોકો વીજકાપનો અનુભવ કરે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઝારખંડની રાજધાની રાંચીમાં લાઇટની ખરાબ સ્થિતિની લઈને ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું હતું કે રાંચીમા દરરોજ 4 થી 7 કલાક સુધી લાઇટ રહેતી નથી. શહેરના લોકો દરરોજ પાવર કટનો સામનો કરે છે.
પોતાના ટ્વીટમાં સાક્ષીએ લખ્યું, રાંચીમાં રોજ લોકો વીજકાપનો અનુભવ કરે છે. તેનો સમય ચારથી સાત કલાક સુધીનો હોય છે. સાક્ષીએ સાંજે 4.37 મિનિટે કરેલા ટ્વીટમાં છેલ્લા પાંચ કલાકથી લાઈટ ન હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવામાન સારું છે અને કોઈ તહેવાર પણ નથી. એવામાં વીજકાપ કરવાનું કોઈ કારણ નથી બનતું.
સાક્ષીએ આ સમસ્યાને સંબંધિત ઓથોરિટી દ્વારા સંજ્ઞાનમાં લેવાની ઉમ્મિદ દર્શાવી. સરકાર તરફથી 2016માં જ જાહેરાત કરાઈ હતી કે 2019માં રાજ્યના દરેક ભાગોમાં 24 કલાક વિજળી આપવામાં આવશે. પરંતુ અહીં સ્થિતિ એવી છે કે રાજધાની રાંચીમાં જ ભારે વીજકાપ કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકો પરેશાન છે. ઉલ્લેખનીય છે કે રાંચીમાં ધોનીનું નવું ઘર દલદલી ચોક પાસે રિંગ રોડથી જોડાયેલ સિમલિયા વિસ્તારમાં છે. અહીં રાતુ પાવર સબ સ્ટેશનથી લાઇટની સપ્લાઇ થાય છે. સાક્ષીના ટ્વિટ પર રાંચીના વિદ્યુક કર્મચારી પીકે શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે લોકોને 19 સપ્ટેમ્બરની સવારે 9.30થી 4.30 વચ્ચે લાઇટ નહીં રહે તેવી સુચના પહેલા આપી દેવામાં આવી હતી.#ranchi pic.twitter.com/OgzMHoU9OK
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) September 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement