પાકિસ્તાની એથલીટના જેવલિન લેવા પર બબાલ થઈ તો સામે આવ્યો નીરજ ચોપરા, જાણો વીડિયો શેર કરી શું કહ્યું ?
નીરજ ચોપરાએ આજે ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું કે મે એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાની એથલીટ અરશદ નદીમને લઈ જે પણ કહ્યું છે. મારો તમને અનુરોધ છે કે આ વાતને લઈને મુદ્દો ન બનાવો.
ટોક્યો ઓલિમ્પિક 2020 રમતોમાં જેવલિન થ્રો એટેલે ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનારા નીરજ ચોપરા સતત ચર્ચામાં છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં ટોક્યો ઓલિમ્પિકનો એક કિસ્સો શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે પ્રેક્ટિસ માટે તેનું જેવલિન ઉઠાવ્યું હતું. બાદમાં તેણે પાકિસ્તાની એથલીટ પાસેથી પોતાનું જેવલિન માંગ્યું હતું. તેને લઈને સોશિયલ મીડિયા પર બબાલ થઈ હતી. આ મામલાને વધતો જોઈ નીરજ ચોપરાએ આજે ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું કે મે એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાની એથલીટ અરશદ નદીમને લઈ જે પણ કહ્યું છે. મારો તમને અનુરોધ છે કે આ વાતને લઈને મુદ્દો ન બનાવો.
વીડિયોમાં નીરજ ચોપરાએ કહ્યું, થ્રો ફેંકવા પહેલા દરેક પોતાનું જેવલિન ત્યાં રાખે છે, એવામાં કોઈ પણ એથલીટ ત્યાંથી જેવલિનને ઉઠાવી શકે છે અને પોતાની પ્રેક્ટિસ કરી શકે છે. આ એક નિયમ છે. તેમાં કંઈ ખોટુ નથી.
તેણે આગળ કહ્યું, અરશદ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, પછી મે પોતાનું જેવલિન માંગ્યું. મારો આપ તમામને અનુરોધ છે કે મારા સહારે આને મુદ્દો ન બનાવો અને પોતાનો એજન્ડા ન ચલાવો. રમત તમામને મળીને ચાલવાનું શીખવે છે. તમામ ખેલાડીઓ અંદરો અંદર પ્રેમથી રહે છે તો કોઈ વાત એવી ન કહો, જેનાથી અમને ઠેસ પહોંચે.
ભારતના ક્યા ફાસ્ટ બોલરને પ્રેક્ષકે સ્ટેન્ડમાંથી માર્યો છૂટ્ટો બોલ, અકળાયેલા કોહલીએ શું કર્યું ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન એક ખરાબ સ્થિતિ જોવા મળી. મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે દર્શકો-પ્રેક્ષકો દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. આખી ઘટનાથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એકદમ ગુસ્સે થઇ ગયો હતો.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઋષભ પંતે કહ્યું કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પર પ્રક્ષકોએ સ્ટેડિયમમાંથી છુટ્ટો બૉલ માર્યો હતો. ટીવી કેમેરામાં બતાવવામાં આવ્યુ હતુ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તે સમયે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજને તે વસ્તુને બહાર ફેંકવા માટે કહી રહ્યો છે. આ ઘટનાથી વિરાટ કોહલી ગુસ્સે ભરાઇ ગયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા સિરાજ પર પ્રેક્ષકો છુટ્ટો બૉલ ફેંકીને ટીમ સ્કૉર પુછીને મજાક ઉડાવી રહ્યાં હતા.
દિવસની રમત પુરી થયા બાદ તેના વિશે જ્યારે પંતને પુછવામાં આવ્યુ તો તેને આખી ઘટના બતાવી- પંતે કહ્યું- પ્રેક્ષકોમાંથી કોઇએ મોહમ્મદ સિરાજ પર છુટ્ટો બૉલ માર્યો હતો એટલે કેપ્ટન કોહલી ગુસ્સે થઇ ગયો હતો. તમે જે પણ કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ ફિલ્ડર પર વસ્તુઓ ના ફેંકો. મારુ માનવુ છે કે આ ક્રિકેટ માટે સારુ નથી.