નીરજનો દિલદાર અંદાજ, ગૉલ્ડ જીત્યો ને પછી પાકિસ્તાનના ખેલાડી નદીમને ગળે મળીને દિલ પણ જીત્યા, જુઓ....
નીરજ ચોપડા અને અરશદની કેટલીક હાલમાં તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ગૉલ્ડ જીત્યા બાદ નીરજે અરશદને ગળે લગાવ્યો અને તેની સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો.
Neeraj Chopra Gold Medal World Athletics Championships 2023: ભારતીય એથ્લિટ્સ નીરજ ચોપડાએ આજે ફરી એકવાર પોતાનો દમ બતાવ્યો છે, નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતને પોતાનો પહેલો ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો. નીરજ ચોપડાએ ભાલા ફેંકની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા 88.17 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો અરશદ નદીમ બીજા નંબરે રહ્યો. તેને 87.82 મીટરના અંતરે ભાલો ફેંક્યો, અરશદને સિલ્વર મેડલ મળ્યો હતો. નીરજે જોરદાર પ્રદર્શન કરીને ફેન્સના દિલ જીતી લીધા હતા. તેને પાકિસ્તાનના અરશદને ગળે પણ લગાવ્યો.
નીરજ ચોપડા અને અરશદની કેટલીક હાલમાં તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ગૉલ્ડ જીત્યા બાદ નીરજે અરશદને ગળે લગાવ્યો અને તેની સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો. ફેન્સને નીરજની સ્ટાઈલ ખૂબ પસંદ આવી. કેટલાક એક્સ (ટ્વીટર) યૂઝર્સે નીરજની પ્રશંસામાં પૉસ્ટ શેર કરી છે. આ પહેલા પણ નીરજ અને અરશદ એકબીજા સાથે જોવા મળ્યા છે.
Was there is no one to give Pak flag to Arshad Nadeem who won the silver medal for Pakistan, India's Neeraj Chopra was also surprised.#ArshadNadeem #WorldAthleticsChampionships #WorldAthleticsChampionships2023 #WorldAthleticsChamps pic.twitter.com/FJS1WsGRGa
— Faرhaن Zaفaر (@fari7_11) August 27, 2023
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં જેવલિન થ્રોની ફાઇનલમાં 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. નીરજ ચોપડાએ આમાં ટોપ કર્યું અને ગૉલ્ડ જીત્યો. બીજીબાજુ ભારતના કિશોર જેણા પાંચમા નંબરે રહ્યા હતા. કિશોરે 84.77 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો, ડીપી મનુ છઠ્ઠા નંબર પર રહ્યા. તેને 84.14 મીટરના અંતરે ભાલો ફેંક્યો, ચેક રિપબ્લિકનો વેડલેચ ત્રીજા નંબરે હતો. તેને બ્રૉન્ઝ મેડલ જીત્યો. વડલેચે 86.67 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો.
Neeraj Chopra vs Arshad Nadeem will be some contest in the coming years. Proper India vs Pakistan rivalry. pic.twitter.com/mfM8fGmbHD
— R A T N I S H (@LoyalSachinFan) August 27, 2023
Arshad Nadeem wins silver
— Baskerdooo (@baskerdooo) August 27, 2023
Neeraj chopra wins gold #Pakistan #ArshadNadeem #NeerajChopra #India
pic.twitter.com/UEh2yr5m3k
India and Pakistan on the podium! Neeraj Chopra first and Arshad Nadeem second 🇮🇳🇵🇰❤️❤️ #WorldAthleticsChampionships #WorldAthleticsChamps pic.twitter.com/Fs9qdGsYDB
— Farid Khan (@_FaridKhan) August 27, 2023
-