શોધખોળ કરો
ક્રિકેટમાં બન્યો અનોખો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ 1 ઓવરમાં ફટકાર્યા 43 રન, જાણો વિગતે
1/5

2/5

જોકે, આ મેચ નોર્થન ડિસ્ટ્રીક્ટે 25 રન જીતી લીધી હતી, નોર્થન ડિસ્ટ્રીક્ટે 7 વિકેટ ગુમાવીને 131 રન ફટકાર્યા હતા. જેમાં હેમ્પટનના અણનમ 102 (77 બૉલ) અને જૉય કાર્ટરના 95 રન બનાવ્યા હતા, કાર્ટર 5 રન માટે સદી ચૂક્યો હતો.
3/5

વિલિયમ લુડીકની ઓવરને ચારેય બાજુ ફટકારતા 6 બૉલમાં 43 રન કર્યા હતા, જેમાં 4રન, 6nb, 6nb, 6 રન, 1 રન, 6 રન, 6 રન, 6 રન આમ કુલ 43 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વિલિયમ લુડીકની અંતિમ ઓવર હતી. એ લિસ્ટ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. આ અગાઉ આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના નામે હતો, તેને 2013માં ઢાકા પ્રીમિયર લીગમાં અલાઉદ્દીન બાબુની એક ઓવરમાં 39 રન ફટકાર્યા હતા.
4/5

ન્યૂઝીલેન્ડની ડૉમેસ્ટિક ક્રિકેટ વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રૉફી ફિક્ચરમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને નોર્થન ડ્રિસ્ટ્રીક્ટ વચ્ચે ફોર્ડ ટ્રૉફીની વનડે મેચ રમાઇ રહી હતી, નોર્થન ડિસ્ટ્રીક્ટની 95 રન 5 વિકટ પડી ગઇ હતી ત્યારે મેદાન પર આવેલા જોય કાર્ટર અને બ્રેટ હમ્પટને સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના બૉલર વિલિયમ લુડીકને ફટકાર્યો હતો.
5/5

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડમાં ન્યૂઝીલેન્ડની ટીમે વનડે મેચોમાં એક જબરદસ્ત કારનામું કર્યુ છે. ન્યૂઝીલેન્ડના બેટ્સેમેનોએ ઘરેલુ ક્રિકેટ રમતા એક ઓવરમાં 43 રન ફટકાર્યા છે. જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. જોય કાર્ટર અને બ્રેટ હેમ્પટને વિસ્ફોટક બેટિંગ કરતાં વિલિયમ લુડીકની ઓવરમાં તાબડતોડ 43 રનની ઇનિંગ રમી હતી.
Published at : 07 Nov 2018 02:45 PM (IST)
Tags :
New Zealand’View More





















