શોધખોળ કરો
Advertisement
કોહલીએ કહ્યું- ટ્રેનિંગ સેશનમાં આ ગુજરાતી ખેલાડીને હરાવવો છે મુશ્કેલ, તસવીર શેર કરીને કહી મોટી વાત
ઝડપથી રન દોડવાના હોય કે વિરોધી ટીમના ખેલાડીને પોતાના થ્રો દ્વારા આઉટ કરવાનો હોય આ બંનેમાં જાડેજાનું પલ્લું ભારે હોય છે. હવે ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ પણ ફિટનેસને લઇ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે.
નવી દિલ્હીઃ ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. ઝડપથી રન દોડવાના હોય કે વિરોધી ટીમના ખેલાડીને પોતાના થ્રો દ્વારા આઉટ કરવાનો હોય આ બંનેમાં જાડેજાનું પલ્લું ભારે હોય છે. હવે ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ પણ ફિટનેસને લઇ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે. કોહલીએ ક્હ્યું કે, તેમના માટે કંડીશનિંગ સેશનમાં જાડેજાનો પીછો કરવા લગભગ અશક્ય લાગે છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટ્વિટર પર રિષભ પંત અને જાડેજા સાથે રનિંગ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે લખ્યું, મને ગ્રુપ કંડીશનિંગ કરવું પસંદ છે. જ્યારે જડ્ડુ (જાડેજા) ગ્રુપમાં હોય ત્યારે તેનો પીછો કરવો લગભગ અશક્ય છે.
જાડેજા છ ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે અને ટી-20 સીરિઝમાં રમતો જોવા મળશે. ગૂંગળાઈને શું કામ મરવું ? વિસ્ફોટકની 15 બેગો લગાવીને આખા દિલ્હીને ઉડાવી દોઃ દિલ્હીમાં પ્રદૂષણ પર SCની ટિપ્પણીLove group conditioning sessions. And when Jaddu is in the group, it’s almost impossible to outrun him ????????. @RishabhPant17 @imjadeja pic.twitter.com/QMK4nysoFh
— Virat Kohli (@imVkohli) November 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion