શોધખોળ કરો

US Open 2022: US ઓપનમાં નહી જોવા મળે નોવાક જોકોવિચ, કોરોનાની રસીનો વિરોધ કરવો મોંઘો પડ્યો

સર્બિયાનો દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ યુએસ ઓપનમાં રમતો નહી જોવા મળે. જોકોવિચે ન્યૂયોર્કમાં યોજાનારી યુએસ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

US Open 2022: સર્બિયાનો દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ યુએસ ઓપનમાં રમતો નહી જોવા મળે. અમેરિકામાં વિદેશી નાગરિકો માટે કોરોનાની રસી સંબંધિત નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે બાદ નોવાક જોકોવિચે ન્યૂયોર્કમાં યોજાનારી યુએસ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકોવિચ લાંબા સમયથી કોરોના વેક્સીનનો વિરોધ કરી રહ્યો છે, ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ તેના વિરોધનું સમર્થન કર્યું છે.

જોકોવિચે ટ્વીટ કરીને માહિતી આપીઃ

જોકોવિચે તેના ટ્વિટર હેન્ડલ પરથી યુએસ ઓપનમાંથી બહાર થવાની માહિતી આપી હતી, તેણે કહ્યું હતું કે, દુઃખની વાત છે કે હું આ વખતે યુએસ ઓપન માટે ન્યૂયોર્ક જઈ શકીશ નહીં. તમારા પ્રેમ અને સમર્થનના મેસેજ માટે #NoleFam નો આભાર. તમામ ખેલાડીઓને શુભકામનાઓ. હું સારી સ્થિતિમાં અને સકારાત્મક ભાવનામાં રહીશ અને ફરીથી સ્પર્ધા કરવાની તકની રાહ જોઈશ. ટૂંક સમયમાં મળીશું ટેનિસ વર્લ્ડ.

નવી માર્ગદર્શિકાને કારણે નામ પાછું ખેંચ્યુંઃ

નોવાક જોકોવિચ યુએસ ઓપનમાંથી ખસી ગયો છે. સર્બિયાના સ્ટાર ખેલાડી અને 21 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચને આશા હતી કે અમેરિકામાં CDC વિદેશી પ્રવાસીઓ માટે કોવિડની રસી સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડશે, જેના હેઠળ કોવિડ રસી લેવી ફરજિયાત નહીં હોય. સીડીસીએ યુએસ નાગરિકો માટે આ માર્ગદર્શિકા દૂર કરી છે. આવી સ્થિતિમાં જોકોવિચે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી પ્રવાસીઓ માટે પણ આ નિયમ બદલાશે. જેની મદદથી તે યુએસ ઓપનમાં ભાગ લઈ શકશે પરંતુ તેમ થયું નહીં.

જોકોવિચ કરી રહ્યો છે કોવિડ-19 રસીકરણનો વિરોધઃ

જોકોવિચ કોરોના રસીકરણને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સરખાવે છે. જોકોવિચના મતે, રસી લેવી કે નહીં તેનો નિર્ણય વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ. આ નિર્ણય સરકારો દ્વારા દબાણ ન કરવો જોઈએ. પોતાના આ વિચાર પર અડગ રહીને, જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી નથી લીધી. વેક્સીન અંગેના તેના વલણને કારણે જ્યારે તે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા મેલબોર્ન પહોંચ્યો ત્યારે તેને એરપોર્ટ પર જ અટકાવાયો હતો. પછી તેને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલી દેવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

IND vs NZ: ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધી, ડેવૉન કોનવે ભારત વિરૂદ્ધ વનડે સિરીઝમાંથી બહાર
IND vs NZ: ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધી, ડેવૉન કોનવે ભારત વિરૂદ્ધ વનડે સિરીઝમાંથી બહાર
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા

Embed widget