NZ vs AFG, T20 WC LIVE : ન્યૂઝીલેન્ડનો વિજય, ભારતનીસેમિ ફાઈનલની આશા પર પાણી ફરી વળ્યું
AFG vs NZ, T20 WC 2021 : આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સુપર 12ની ગૃપ 2ની મહત્વની મેચ રમાઇ રહી છે,
LIVE
Background
AFG vs NZ, T20 WC 2021 : આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સુપર 12ની ગૃપ 2ની મહત્વની મેચ રમાઇ રહી છે, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રમાઇ રહેલી આ મેચનુ પરિણામ અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડની સાથે સાથે ટીમ ઇન્ડિયાને પણ અસર કરશે, જો અફઘાનિસ્તાન જીતશે તો ભારત માટે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લો રહેશે, અને નામિબિયા સામે સારા માર્જિન અને નેટ રનરેટથી જીતવુ પડશે પરંતુ જો ન્યૂઝીલેન્ડની ટીમ જીતશે તો ભારતીય ટીમ બહાર ફેંકાઇ જશે.
10 ઓવરના અંતે શું છે સ્કોર
10 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 61 રન છે.
3 ઓવરના અંતે 26 રન
ન્યૂઝીલેન્ડે મક્કમ શરૂઆત કરી છે. ત્રણ ઓવરના અંતે સ્કોર વિના વિકેટે 26 રન છે. ગપ્ટિલ 9 અને મિચેલ 11 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડને મળ્યો 125 રનનો ટાર્ગેટ
અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત રમીને 8 વિકેટના નુકસાને 124 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 125 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ નઝીબુલ્લાહ ઝાદરાને 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટ્રેન્ટ બૉલ્ટે 3 અને ટિમ સાઉથીએ 2 વિકેટો ઝડપી હતી.
ઝાદરાનની શાનદાર ફિફ્ટી
શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાને શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી દીધી છે. ઝાદરાને 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 42 બૉલમાં 57 રનની ઇનિંગ રમી છે. 17 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કૉર 4 વિકેટે 100 રનને પાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાન અને કેપ્ટન મોહમ્મદ નબી ક્રિઝ પર છે.
અફઘાનિસ્તાન 100 રનને પાર
17 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કૉર 4 વિકેટે 100 રનને પાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાન 56 રન અને કેપ્ટન મોહમ્મદ નબી 12 રન બનાવીને ક્રિઝ પર છે.