(Source: ECI/ABP News/ABP Majha)
કૉમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ખેલાડીઓની જાહેરાત, 215 ખેલાડી જશે ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં, જાણો
બર્મિંઘમ જનારા ભારતીય ખેલાડીઓની ટીમનુ એલાન કરતા IOA મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે, અમે કૉમનવેલ્થ ગેમ્સ માટે પોતાની સૌથી મજબૂત ટીમ મોકલી રહ્યાં છીએ,
India in Commonwealth Games 2022: ભારતીય ઓલિમ્પિક સંઘે (IOA) ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જુલાઇથી શરૂ થઇ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માટે ભારતીય ટીમની (Indian Contingent) જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કુલ 322 સભ્યો છે, જેમાં 215 ખેલાડી અને 107 અધિકારી તથા સહાયક કર્મચારી સામેલ છે.
બર્મિંઘમ જનારા ભારતીય ખેલાડીઓની ટીમનુ એલાન કરતા IOA મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે, અમે કૉમનવેલ્થ ગેમ્સ માટે પોતાની સૌથી મજબૂત ટીમ મોકલી રહ્યાં છીએ, અમે નિશાનેબાજીમાં હંમેસા એકદમ મજબૂત રહ્યાં છીએ, પરંતુ આ ઇવેન્ટ આ વખતે આ રમતોનો ભાગ નથી. આમ છતાં અમે ગઇ સિઝનની સરખામણીમાં સારુ પ્રદર્શન કરવાને લઇને આશ્વસ્ત છીએ. ગઇ વખત કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન ગૉલ્ડ કૉસ્ટમાં થયુ હતુ. અહીં ભારત પૉઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાન પર રહ્યું હતુ.
ઓલિમ્પિક પદક વિજેતા પણ છે ભારત ટીમનો ભાગ -
કૉમનવેલ્થ ગેમ્સ માટે જાહેર કરવામા આવેલી ભારતીય ટીમમાં ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપડા, પીવી સિન્ધુ, મીરાબાઇ ચાનૂ, લવલીના બોરગોહેન જેવા માટા ચહેરાઓ પણ સામેલ છે. આની સાથે જ બજરંગ પૂનિયા, રવિ કુમાર દહિયા, મનિકા બત્રા, વિનેશ ફોગાટ, હિમા દાસ, અને અમિત પંધાલ પણ ટીમનો ભાગ છે. ભારતીય મુક્કેબાજી સંઘ (BFI) ના ઉપાધ્યક્ષ રાજેશ ભંડારી ભારતીય ટીમના ગૃપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
15 રમતોમાં ભાગ લેશે ભારતીય ખેલાડીઓ -
ભારતીય ખેલાડીઓ આ વખતે 15 રમતો અને ચાર પેરા રમતોમાં પ્રતિસ્પર્ધા કરશે. ટીમને મુક્કેબાજી, બેડમિન્ટન, વેઇટલિફ્ટિંગ, અને કુસ્તીમાં વધુ પદક મળવાની આશા છે.
હૉકી અને મહિલા ક્રિકેટમાં પણ સારુ પ્રદર્શનની આશા છે. કૉમનવેલ્થ ગેમ્સ વિલેજ અધિકારિક રીતે 23 જુલાઇથી ખુલશે, ભારતીય ટીમ અહીં પાંચ અલગ અલગ જગ્યાઓ પર રોકાશે.
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો