Olympics Day 9: આજે ભારતની મેડલ ટેલીમાં વધારો થશે ? જાણો આજે આખો દિવસ કેવું રહેશે શિડ્યૂલ
Paris Olympics 2024 Day 9 India's Schedule: આજે, એટલે કે રવિવાર, 4 ઓગસ્ટ, પેરિસ ઓલિમ્પિકનો નવમો દિવસ હશે. અત્યાર સુધી પૂર્ણ થયેલી રમતોના 8 દિવસમાં ભારતના ખાતામાં કુલ 3 મેડલ આવ્યા છે
Paris Olympics 2024 Day 9 India's Schedule: આજે, એટલે કે રવિવાર, 4 ઓગસ્ટ, પેરિસ ઓલિમ્પિકનો નવમો દિવસ હશે. અત્યાર સુધી પૂર્ણ થયેલી રમતોના 8 દિવસમાં ભારતના ખાતામાં કુલ 3 મેડલ આવ્યા છે. આજે ફરી એકવાર તમામ ભારતીય એથ્લેટ વિવિધ રમતો માટે મેદાનમાં ઉતરશે. આજે ભારતીય ખેલાડીઓ અનેક મેડલ સુનિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે. જોકે, જો ભારતીય ખેલાડીઓ મહિલા સ્કીટ શૂટિંગમાં ફાઇનલમાં ક્વૉલિફાય થાય છે તો મેડલ આવી શકે છે.
આજે કેટલાક સ્ટાર એથ્લેટ્સ જેવા કે લક્ષ્ય સેન અને લવલિના બૉરગોહેન મેદાન પર જોવા મળશે. ભારતીય પુરુષ હૉકી ટીમ ક્વાર્ટર ફાઈનલ મેચ ગ્રેટ બ્રિટન સાથે રમશે. અત્યાર સુધી હૉકી ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. આજે હૉકી ટીમ મેડલની એક સ્ટેપ નજીક જવા માંગશે. હૉકી ટીમની મેચ બપોરે 1:30 કલાકે રમાશે.
સ્ટાર મહિલા બૉક્સર લવલિના બૉરગોહેન 75 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. લવલિના ચીનની લી કિયાન સાથે ટક્કર કરશે. આ મેચ જીતીને લવલિના બૉરગોહેન મેડલની નજીક જવાનો પ્રયાસ કરશે. આજે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતની રમતો પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ અને પુરુષોની ગોલ્ફ સાથે શરૂ થશે. તો ચાલો જાણીએ આજનું સંપૂર્ણ શેડ્યૂલ...
પેરિસ ઓલિમ્પિકમાં આજે 4 ઓગસ્ટે ભારતનું શિડ્યૂલ -
શૂટિંગ -
પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ક્વૉલિફિકેશન પ્રથમ રાઉન્ડ: વિજયવીર સિદ્ધુ અને અનીશ: બપોરે 12:30 કલાકેથી
પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ક્વૉલિફિકેશન બીજો રાઉન્ડ: વિજયવીર સિદ્ધુ અને અનીશ: સાંજે 4:30 કલાકથી
મહિલા સ્કીટ ક્વૉલિફિકેશન દિવસ 2: રેઝા ધિલ્લોન અને મહેશ્વરી ચૌહાણ: બપોરે 1:00 કલાકે
ગૉલ્ફ -
પુરુષોની વ્યક્તિગત સ્ટ્રૉકપ્લે: ચોથો રાઉન્ડ શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર: બપોરે 12:30 કલાકે
હૉકી -
ભારત વિરૂદ્ધ વિરૂદ્ધગ્રેટ બ્રિટન મેન્સ હૉકી ક્વાર્ટર-ફાઇનલ: 1:30 કલાકથી
એથ્લેટિક્સ -
મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસ પ્રથમ રાઉન્ડ: પારુલ ચૌધરી: 1:35 કલાકે
પુરુષોની લાંબી કૂદની ક્વૉલિફિકેશન: જેસન એલ્ડ્રિન: બપોરે 2:30 કલાકે
મુક્કેબાજી -
મહિલાઓની 75 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: લવલિના બોરગોહેન વિરૂદ્ધ ચીનની લી કિયાન: બપોરે 3:02 કલાકે
બેડમિન્ટન -
મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ લક્ષ્ય સેન વિરૂદ્ધ વિક્ટર એક્સેલસન (ડેનમાર્ક) બપોરે 3:30 કલાકે
પાલ નૌકાયાન
પુરુષોની ડીંગી રેસ સાત અને આઠ: વિષ્ણુ સરવણન, બપોરે 3:35 કલાકે
મહિલાઓની ડીંગી રેસ સાત અને આઠ: નેત્રા કુમાનન, સાંજે 6:05 કલાકે