શોધખોળ કરો

2 રેસલર અને 2 મોટા વિવાદ, વિનેશ ફોગાટ અને નિશા દહિયા પાસેથી છીનવાઇ ગયુ મેડલ ? કોઇ ષડયંત્ર તો નથી

Vinesh Phogat Disqualification: પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થયા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. રમત શરૂ થયા બાદ વિવાદોનો સિલસિલો અટકવાનો નથી

Vinesh Phogat Disqualification: પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થયા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. રમત શરૂ થયા બાદ વિવાદોનો સિલસિલો અટકવાનો નથી. હવે ભારતીય કેમ્પ માટે એક ખરાબ સમાચાર એ છે કે વિનેશ ફોગાટ કુસ્તીમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઈનલ મેચમાંથી બહાર થઈ ગઈ છે. પોતાના વજનને કાબૂમાં રાખવામાં અસમર્થતાને કારણે તેને કોઈપણ મેડલ જીતવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે, પરંતુ આ પહેલીવાર નથી જ્યારે 2024ની ઓલિમ્પિક ગેમ્સમાં કોઈ ભારતીય ખેલાડી પાસેથી મેડલ છીનવાઈ જવાની ઘટના સામે આવી હોય. 

નિશા દહિયા પાસેથી પણ છીનવાઇ ગયુ હતુ મેડલ 
વિનેશ પહેલા નિશા દહિયા કુસ્તીમાં ભારતને પહેલો મેડલ જીતનારી હતી. નિશા ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ આસાન જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ તે સમયે ભારતીય રેસલર ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. બીજા રાઉન્ડમાં નિશાને હાથમાં ઈજા થઈ, જેના કારણે તેણે આત્મસમર્પણ કર્યું અને મેચ 10-8થી હારી ગઈ. આ ઘટના બાદ ભારતીય કુશ્તીના રાષ્ટ્રીય કૉચ વીરેન્દ્ર દહિયાએ કહ્યું કે ઉત્તર કોરિયાના કુસ્તીબાજ સોલ ગમને નિશાને ઈજા પહોંચાડવાનો સંકેત તેના કૉર્નરમાંથી મળ્યો હતો. તેના સિવાય નિશાંત દેવ સાથે બોક્સિંગમાં પણ એક વિવાદાસ્પદ ઘટના બની હતી. વાસ્તવમાં, નિશાંત તેની ક્વાર્ટર ફાઈનલ મેચના પ્રથમ બે રાઉન્ડમાં આગળ હતો, પરંતુ ત્રીજો રાઉન્ડ એકતરફી ન હોવા છતાં નિર્ણાયકોએ મેક્સીકન બોક્સરને વિજેતા જાહેર કર્યો. જેના કારણે ભારત વિરુદ્ધ ષડયંત્રના અનેક મામલા સામે આવ્યા છે.

હવે વિનેશના સાથે ષડયંત્ર 
50 કિગ્રા વર્ગની ફાઇનલમાં વિનેશ ફોગાટનો સામનો યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો, પરંતુ તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય કેમ્પે વજનને નિયંત્રણમાં લાવવા માટે થોડા કલાકોનો સમય માંગ્યો હતો, જે પછીથી નકારી કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન વિનેશના પરિવાર તરફથી નિવેદન આવ્યું છે કે વિનેશને એક ષડયંત્રના કારણે ઓલિમ્પિક ગેમ્સમાંથી બહાર ફેંકી દેવામાં આવી છે.

વિનેશના પિતા રાજપાલ ફોગાટનું કહેવું છે કે આ ઘટના માત્ર રાજકારણ પર આધારિત છે. તેમના મતે માથા પરના વાળથી પણ 100 ગ્રામ વજન વધી જાય છે, આની કાળજી કોણ રાખે છે? તેણે સપોર્ટ સ્ટાફને પણ જવાબદાર ઠેરવ્યા છે. રાજપાલ અહીં જ ન અટક્યા પરંતુ તેમણે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણનું નામ પણ ઉછળ્યું અને કહ્યું કે વિનેશને બહાર કરવા માટે ભારત સરકારનો પણ હાથ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Embed widget