ટોક્યો ઓલિમ્પિક 2020માં આ સાત ખેલાડીઓએ ભારતને અપાવી સફળતા
ટોક્યો ઓલિમ્પિક 2020 આ વખતે ભારત માટે ખૂબ જ યાદગાર રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ સાત મેડલ મળ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ટોક્યો ઓલિમ્પિક 2020 આ વખતે ભારત માટે ખૂબ જ યાદગાર રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ સાત મેડલ મળ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ટોક્યો ઓલિમ્પિક 2020 ભારતના ઇતિહાસમાં સૌથી શણગારેલી ઓલિમ્પિક રમત રહી છે. અહીં સાત ખેલાડીઓની સ્ટોરી છે જેમણે સફળતા અપાવી હતી.
નીરજ ચોપરાએ જાન્યુઆરી 2020 થી જૂન 2021 વચ્ચે 17 મહિના સુધી આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પર્ધા કરી ન હતી.
મીરાબાઈ ચાનુ ડિસેમ્બર 2019 થી એપ્રિલ 2021 સુધી કોઈપણ સ્પર્ધા વગર જતી રહી હતી.
પીવી સિંધુ માર્ચ 2020 થી ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત સુધી પાંચ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
તે જ સમયગાળા દરમિયાન, લવલીના બોર્ગોહેનએ પોતાના અર્જુન પુરસ્કારના ભાગના રુપમાં મેળવેલા પૈસા તેણીની માતાની કિડનીની બિમારીની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.
જ્યારે રવિ કુમાર દહિયા ટોક્યોમાં મેટ પર હતા , ત્યારે હરિયાણામાં તેમના ગામમાં સ્થાનિક વહીવટી પ્રશાસન ખાસ વ્યવસ્થા કરવી પડી હતી કે તેમના માતાપિતા વીજળીના કાપ વગર મેચ જોઈ શકે.
બજરંગ પુનિયાને જમણા ઘૂંટણમાં ઈજા થયાના કારણે એક મહિના પહેલા એક મેચ ગુમાવવી પડી હતી, જે ટોક્યોમાં તેની મોટાભાગના મુકાબલા દરમિયાન બની રહેશે.
ભારતીય પુરુષ હોકી ટીમે છેલ્લા દોઢ વર્ષમાં મોટાભાગનો સમય બેંગલુરુમાં એક રાષ્ટ્રીય તાલીમ સુવિધામાં પસાર કર્યો હતો. ટોક્યો ગેમ્સ પહેલાના છ મહિનામાં, તેઓએ પોત-પોતાના ઘરે કુલ ચાર દિવસ પસાર કર્યા હતા.
શ્રેષ્ઠ સમયમાં, ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે જીવનભર સંઘર્ષ કરવો પડે છે. ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો 2020 ભારતના 120 વર્ષના સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી સફળ તરીકે સમાપ્ત થયું. આ સાત ચેમ્પિયનોએ દૂર દૂર સુધી પ્રવાસ કર્યો છે.
મેડલ #1: મીરાબાઈ ચાનુ
સિલ્વર, મહિલાઓની 49 કિલો વેઇટલિફ્ટિંગ
That's how you go into the history books! 🙌
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 24, 2021
Saikhom Mirabai Chanu - Olympic silver medallist 🇮🇳#BestOfTokyo | #Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | @mirabai_chanu pic.twitter.com/r1wpEerN9u
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.
મણિપુરની રાજધાની ઇમ્ફાલની રહેવાસી મીરાબાઇ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ ઇમ્ફાલમાં થયો હતો. 26 વર્ષીય મીરાબાઇને બાળપણથી તિરંદાજીનો શોખ હતો અને તે તેમાં કરિયર બનાવવા માંગતી હતી. પરંતુ આઠમા ધોરણ બાદ તેઓને વેટલિફ્ટિંગમાં રસ પડ્યો. બાદમાં વેટલિફ્ટિંગમાં પણ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં ઇમ્ફાલની વેટલિફ્ટર કુંજરાનીને પ્રેરણા માની ચાનૂએ વેટલિફ્ટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ચાનૂએ 11 વર્ષની ઉંમરમાં એક લોકલ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં તેણે વૈશ્વિક અને એશિયાઇ જૂનિયર ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લઇને પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી જ્યાં બંન્નેમાં મેડલ જીત્યા હતા.
મેડલ #2: પીવી સિંધુ
બ્રોન્ઝ, મહિલા સિંગલ્સ બેડમિન્ટન
And with this shot, #IND's @Pvsindhu1 won her SECOND OLYMPIC MEDAL! 🥉
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 1, 2021
Make. Some. Noise. 🥳🥳#BestOfTokyo | #StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #Olympics pic.twitter.com/wowfgNtqBs
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
મેડલ #3: લવલીના બોર્ગોહેન
બ્રોન્ઝ, મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ
That feeling when you assure your country of an Olympic medal in your debut appearance! 🔥🔥
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 30, 2021
4️⃣th August, 2021 📆 - Mark @LovlinaBorgohai's semi-final date on your calendars, it's 'bout to get more exciting!#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion | #BestOfTokyo pic.twitter.com/NwptipkUFb
મેડલ #4: મેન્સ હોકી ટીમ
બ્રોન્ઝ
An UNFORGETTABLE moment! 🙌😍
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021
The one that #IND has been hungry for over 41 long years. ❤️#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo | #Hockey | #Bronze pic.twitter.com/R530dyTjS1
ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
મેડલ #5: રવિ કુમાર દહિયા
સિલ્વર, પુરુષોની 57 કિલો કુસ્તી
Two big tackles that got Ravi Kumar handy points in the men's 57 kg #wrestling final, enroute to his #Olympic #silver medal! 👏#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo pic.twitter.com/FNCuF4c5B3
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021
મેડલ #6: બજરંગ પુનિયા
સિલ્વર, પુરુષોની 65 કિલો કુસ્તી
Dominating from the word go. Bajrang Punia delivered once again. 🔥
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021
Describe THAT Bajrang performance in one word! 😍#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #Wrestling pic.twitter.com/JAa267eD9j
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
મેડલ #7: નીરજ ચોપરા
ગોલ્ડ, મેન્સ ભાલા ફેંક
THE THROW THAT WON #IND A #GOLD MEDAL 😍#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021