India Medal Tally: મેડલ ટેલીમાં ભારતનો મોટો કૂદકો, ટૉપ-10માં જગ્યા બનાવવાથી માત્ર એક સ્ટેપ દૂર
Paris Olympics 2024 Medal Tally: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો જલવો જોવા મળી રહ્યો છે, ભારતને આ મોટી ઇવેન્ટમાં વધુ એક મેડલ મળ્યો છે, આ સાથે જ બે બ્રૉન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે
Paris Olympics 2024 Medal Tally: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો જલવો જોવા મળી રહ્યો છે, ભારતને આ મોટી ઇવેન્ટમાં વધુ એક મેડલ મળ્યો છે, આ સાથે જ બે બ્રૉન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. ભારતીય શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ શૂટિંગ ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય શૂટરોએ કોરિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતને બીજો મેડલ મળ્યો. આ પહેલા રવિવારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકર ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલમાં બ્રૉન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. આ સિવાય તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે.
જો કે હવે ભારત 2 બ્રૉન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 25માં સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ જાપાન 6 ગૉલ્ડ અને 2 સિલ્વર અને 4 બ્રૉન્ઝ મેડલ સાથે ટોપ પર છે. આ પછી ફ્રાન્સ 5 બ્રૉન્ઝ, 8 સિલ્વર અને 3 બ્રૉન્ઝ મેડલ સાથે બીજા ક્રમે છે.
જાપાન અને ફ્રાન્સ પછી ચીન ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં ચીનના ખેલાડીઓએ 5 ગૉલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. વળી, ઓસ્ટ્રેલિયા આ યાદીમાં ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 5 ગૉલ્ડ સિવાય 4 સિલ્વર મેડલ જીત્યા છે. આ પછી દક્ષિણ કોરિયા છઠ્ઠા સ્થાને છે. દક્ષિણ કોરિયાએ 5 ગૉલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રૉન્ઝ જીત્યો છે. અમેરિકન ખેલાડીઓએ 3 ગૉલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં અમેરિકા સાતમા સ્થાને છે.
વળી, ગ્રેટ બ્રિટન સાતમા સ્થાને છે. અત્યાર સુધીમાં ગ્રેટ બ્રિટનના ખેલાડીઓએ 2 ગૉલ્ડ સિવાય 5 સિલ્વર અને 3 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે ઈટાલી 2 ગૉલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રૉન્ઝ સાથે આઠમા સ્થાને છે. કેનેડા મેડલ ટેલીમાં નવમા સ્થાને છે. કેનેડાના ખેલાડીઓએ 2 ગૉલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. હોંગકોંગ 2 ગૉલ્ડ અને 1 બ્રૉન્ઝ સાથે દસમા ક્રમે છે.